મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારત પાકિસ્તાન સહિતના ઘણા દેશોની આર્મી અંગે આપ જાણતા હશો. ઘણા દેશોના બોમ્બના પરિક્ષણો અને મિસાઈલ પરિક્ષણો અંગે પણ આપ જાણતા હશો, પરંતુ અમે આજે આપ સમક્ષ આપના જ્ઞાનને વધારતી એક અનોખી માહીતી લઈને આવ્યા છીએ. કોઈપણ દેશમાં સુરક્ષાના બે સ્તર હોય છે, પહેલું સ્તર પોલીસ છે અને બીજું સ્તર સેના છે. જ્યાં પોલીસની જવાબદારી દેશની આંતરિક સુરક્ષા કરવાની હોય છે, ત્યાં સેનાની જવાબદારી બહારથી દેશને સુરક્ષિત કરવાની છે એટલે કે બોર્ડર સિક્યૂરિટી કરવાની. પણ કદાચ આપને જાણીને આશ્ચર્ય થશ ક દુનિયામાં કેટલાક દેશ એવા પણ છે જેમની પાસે પોતાની કોઈ સેના જ નથી. તેમાંથી કેટલાક દેશોની સુરક્ષાતો બીજા દેશો ઉઠાવે છે. આવો જાણીએ વધુ વિગતમાં...

વેટિકન સિટી, આ એક દુનિયાનો સૌથી નાનો દેશ છે. આ દેશ પાસે કોઈ આર્મી (સેના) નથી. અહીં પહેલા નોબલ ગાર્ડ હોતા હતા, પણ વર્ષ 1970માં આ સંસ્થાને ધ્વસ્ત કરી દેવાઈ હતી. આ દેશની સુરક્ષાની જવાબદારી ઈતાલવી સેનાની છે.

બીજો દેશ છે મોનૌકો, આ પણ એક નાનો દેશ છે. જ્યાં 17મી સદીથી જ કોઈ પ્રકારની સેના નથી. જોકે અહીં બે નાની લશકરી ટુકડીઓ છે, જેમાંથી એક રાજકુમારની સુરક્ષા કરે છે અને એક નાગરિકોની. ફ્રાંસની સેના તેને સુરક્ષા આપે છે.

ત્રીજો દેશ છે મોરિશસ, મોરિશસ એક બહુસાંસ્કૃતિક દેશ છે. અહીં પણ વર્ષ 1968થી કોઈ પ્રકારની સેના નથી. જોકે અહીં 10,000 પોલીસ કર્મી છે જે આંતરિક અને બાહ્ય બંને પ્રકારની સુરક્ષાઓની જવાબદારીઓ સંભાળી લે છે.

યુરોપના બીજાએક દ્વીપ આઈસલેન્ડમાં પણ વર્ષ 1869થી જ કોઈ સેના રાખવામાં આવી નથી. આ દેશ નાટોનો સદસ્ય છે અને તેની સુરક્ષાની જવાબદારી અમેરિકા સંભાળે છે.

પાંચમો દેશ મધ્ય અમેરિકાના કૈરિબિયાઈ વિસ્તારમાં સ્થિત દેશ કોસ્ટા રિકા જ્યાં વર્ષ 1948 બાદથી સેના રાખવામાં આવી નથી. 1948માં અહીં ભયંકર યુદ્ધ થયું હતું. જે બાદ દેશએ પોતાની સેનાને સમાપ્ત કરી દીધી. આ દેશ વગર સેનાએ જ ચાલતા મોટા દેશોમાં પ્રચલિત છે. જોકે અહીં આંતરિક મામલાઓને પોલીસ સંભાળે છે.