મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર:  ગુજરાત રાજયમાં ૨૩ એપ્રિલે યોજાનાર લોકસભા ચૂંટણીમાં પુરુષ ૨,૩૪,૨૮,૧૧૯, સ્ત્રી ૨,૧૬,૯૬,૫૭૧, ત્રીજી જાતિ ૯૯૦ અને સેવા મતદારો ૨૬,૬૯૩ સાથે  કુલ ૪,૫૧,૫૨,૩૭૩ મતદારો પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં લોકસભાનાં ૩૭૧ અને વિધાનસભાના ૪૫ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. જે પૈકી ૧૮-૧૯ વર્ષ વયજુથના યુવા મતદારોની સંખ્યા ૧૦,૦૬,૮૫૫ છે. જ્યારે રાજ્યમાં શહેરી ૧૭૪૩૦ અને ૩૪૪૨૧ ગ્રામ્ય સાથે કુલ ૫૧,૮૫૧ મતદાન મથકોમાં ૨,૨૩,૭૭૫ કર્મચારીઓ અને અધિકારીઓની પોલીંગ સ્ટાફ તરીકે ફરજ બજાવશે. 

રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલી કૃષ્ણાએ જણાવ્યું કે, રાજ્યભરમાંથી ૫૬,૯૦૭ પરવાનેદાર હથિયાર ધારકો પૈકી ૫૧,૯૯૫ જેટલાં હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવાયા છે. જ્યારે રાજ્યમાં ચૂંટણીની જાહેરાત પછી તકેદારીના ભાગરૂપે ૬૭,૪૧૭ બિનજામીનપાત્ર વોરંટ બજાવવા સાથે ૩,૦૩,૩૭૭ વ્યક્તિઓ સામે વિવિધ સીઆરપીસી એક્ટ હેઠળ અટકાયતી પગલાં લેવાયા છે. ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલ વિવિધ ટીમ અને રાજય આબકારી અને નશાબંધી વિભાગ દ્વારા તા. ૨૦.૦૪.૨૦૧૯ સુધીમાં રૂ. ૫૨૪.૩૪ કરોડની કિંમતનું અંદાજે ૧૩૦.૭૩ કિલો જેટલું ડ્રગસ, રૂ. ૧૧.૧૩ કરોડનો ૩.૯૦ લાખ લિટર દારૂ તેમજ કુલ ૭.૫૮ કરોડ રોકડ અને રૂ. ૧.૮૮ કરોડનું સોનું-ચાંદી જપ્ત કરવામાં આવેલ છે. આમ કુલ જપ્ત થયેલ રોકડ/વસ્તુઓની કુલ રકમ રૂ. ૫૪૪.૯૪ કરોડ થાય છે.

જપ્ત કરાયેલ રોકડ પૈકી આવકવેરા વિભાગે ૬.૯૮ કરોડની રોકડ અને ફ્લાઈંગ સ્ક્વોડ તથા સ્ટેટીક સર્વેલન્સ ટીમે રૂ. ૦.૬૧ કરોડની રોકડ જપ્ત કરેલ છે. જેમાં ૧.૦૪ કરોડ સૂરત, રૂ. ૦.૯૪ કરોડ વલસાડ, રૂ. ૨.૪૫ કરોડ અમદાવાદ, રૂ. ૧.૨૪ કરોડ રાજકોટ, રૂ. ૦.૫૪ કરોડ વડોદરા, રૂ. ૦.૩૫ કરોડ નવસારી અને રૂ. ૦.૯૭ કરોડ અન્ય જિલ્લામાંથી જપ્ત થયેલ રોકડ રકમનો સમાવેશ થાય છે. 
આચાર સંહિતા ભંગની કુલ ૧૮૬ ફરિયાદો મળી છે. જ્યારે રાજ્યમાં જાહેર ઈમારતો પરથી ૧,૦૬,૩૫૪ અને ખાનગી ઇમારતો પરથી ૧૮,૮૧૯ સાથે સમગ્ર રાજ્યમાં કુલ ૧,૨૫,૧૭૩ જાહેરખબરોના પોસ્ટરો, બેનરો, દિવાલો પરના લખાણો, ધજા-પતાકા વગેરે જાહેર તથા ખાનગી ઈમારતો પરથી દુર કરવામાં આવેલ છે. તેમણે કહ્યું કે, cVIGILમાં કુલ ૨૮૨૯ ફરિયાદો મળેલ છે. તે પૈકી ૧૯૫ ફરિયાદો પ્રથમ દ્રષ્ટીએ જોઇ ડ્રોપ કરવામાં આવેલ જ્યારે બાકીની ૨૬૩૪ ફરિયાદો તપાસ કરાવ્યા બાદ નિકાલ કરવામાં આવેલ છે.

ગુજરાતમાં ૨૩ એપ્રિલે યોજાનાર લોકસભા ચૂંટણી માટેના મતદાનમાં પુરુષ ૨,૩૪,૨૮,૧૧૯, સ્ત્રી ૨,૧૬,૯૬,૫૭૧, ત્રીજી જાતિ ૯૯૦ અને સેવા મતદારો ૨૬,૬૯૩ સાથે  કુલ ૪,૫૧,૫૨,૩૭૩ મતદારો પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરશે. જે પૈકી ૧૮-૧૯ વર્ષ વયજુથના યુવા મતદારોની સંખ્યા ૧૦,૦૬,૮૫૫ છે. જ્યારે રાજ્યમાં કુલ ૧,૬૮,૦૫૪ દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે. રાજ્યમાં શહેરી મતદાન મથક સ્થળ ૧૭૪૩૦ અને ૩૪૪૨૧ ગ્રામ્ય સાથે કુલ ૫૧,૮૫૧ મતદાન મથકો છે. તેમાં ૨,૨૩,૭૭૫ કર્મચારીઓ/અધિકારીઓની પોલીંગ સ્ટાફ તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે. 

રાજ્યમાં સમાવિષ્ટ લોકસભાની ૨૬ બેઠકો માટે ૫૭૨ ઉમેદવારીપત્રો રજૂ કરવામાં આવેલ હતા, જે પૈકી ૧૨૦ ઉમેદવારીપત્રો ચકાસણી બાદ રદ થયા પછી ૮૧ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લેતાં ૩૭૧ હરિફ ઉમેદવારો આ ચૂંટણી જંગમાં છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો ઉંઝા, ધ્રાંગધ્રા,જામનગર ગ્રામ્ય અને માણાવદર માટેની પેટા ચૂંટણીઓ માટે રજૂ કરાયેલા ૮૨ ઉમેદવારીપત્રો પૈકી ૧૫ ઉમેદવારીપત્રો ચકાસણી બાદ રદ કરવામાં આવેલ હતા. આ પછી ૨૨ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતાં ચૂંટણી લડનાર ૪૫ હરિફ ઉમેદવારો છે.