મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ હાલમાં નાગરિક્તા સંશોધન કાયદાને લઈને ભારે ઉહાપોહ મચી રહ્યો છે. હાલમાં એવી સ્થિતિ છે કે ભારતના ભાગ્યે જ કોઈ રાજ્યમાં આ કાયદાને લઈને વિરોધપ્રદર્શનો ન થયા હોય. એક મિડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રો કહે છે કે, સમય સમય પર પહેલા પણ ભારત સરકારની વિશેષ જોગવાઈઓના અંતર્ગત વિદેશી લોકોએ ભારતની નાગરિક્તા હાંસલ કરી લીધી છે. ભારતીય સંવિધાનનો અનુચ્છેદ 6 એવા વ્યક્તિઓને ભારતીય નાગરિક માને છે જે 19 જુલાઈ 1948ના પહેલાથી પાકિસ્તાનથી ભારત આવીને વસ્યા હતા. બીજું, આ તિથિ કે તેના પછી કોઈ વ્યક્તિ પાકિસ્તાનથી ભારત આવીને રજિસ્ટર્ડ થઈ ગયા હોય, શરત એ કે તે છ માસ સુધી ભારતમાં જ રોકાયા હોય. 1964થી 2008 વચ્ચે 4.61 લાખ ભારતીય મૂળના શ્રીલંકાઈ તમિલોને ભારતની નાગરિક્તા આપવામાં આવી હતી. તે ઉપરાંત ગત છ માસમાં 2830 પાકિસ્તાની નાગરિક, 912 અફઘાની અને 172 બાંગ્લાદેશીઓને ભારતના નાગરિક બનાવવામાં આવ્યા છે.

2014માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બોર્ડર એગ્રીમેન્ટ થયું હતું. ત્યારે 50 એન્ક્લેવને બાંગ્લાદેશથી ભારતમાં શામેલ કરાયા હતા. તેના અંતર્ગત 14864 બાંગ્લાદેશી નાગરિકોને ભારતની નાગરિક્તા આપવામાં આવી હતી. ગૃહમંત્રાલયના સૂત્રોના અનુસાર, નાગરિક સંશોધન બિલ 2016થી પબ્લિક ડોમેનમાં છે. તે સંસદની લોકસભા તથા રાજ્ય સભાની 30 સદસ્યીય સમિતિ દ્વારા ક્લિયર કરાયું હતું. હાલમાં કાયદો પણ વિસ્તૃત રુપે તે જ બિલ પર આધારિત છે. ભારત સરકારે 2015-16માં કાયદાની જોગવાઈઓમાં યોગ્ય બદલાવ કરીને તે વિદેશી નાગરિકોની ભારતમાં લીગલ એન્ટ્રી નક્કી કરી લીધી હતી, જે ત્રણ દેશોના છ અલ્પસંખ્યક સમુદાયોથી સંબંધિત હતા.

જોગવાઈ અનુસાર, ધાર્મિક આધાર પર હેરાનગતિનો શિકાર થયેલા આ લોકોને ડિસેમ્બર 2014 સુધી ભારતમાં આવવા જવાનું હતું. ભારત સરકારે તે શ્રેણીના ઘણા લોકોને માટે લાંબા સમયની યોજના પણ શરૂ કરી હતી. નાગરિક સંશોધન કાયદા અંતર્ગત હવે આ લોકોને ભારતની નાગરિક્તા મળી જશે, પણ શરત એ કે નાગરિક્તા લેવાની તમામ યોગ્યતાઓ પરીપૂર્ણ થવી જોઈએ. જેના આધાર પર તે 31 ડિસેમ્બર 2014થી પહેલા માઈગ્રેટ થઈને ભારતમાં આવ્યા હતા.

1964થી 2008 વચ્ચે 4.61 લાખ ભારતીય મૂળના તમિલોને ભારતની નાગરિક્તા આપવામાં આવી હતી. તે ઉપરાંત ગત છ વર્ષોમાં 2830 પાકિસ્તાની નાગરિક, 912 અફઘાની અને 172 બાંગ્લાદેશીઓને નાગરિક બનાવાયા હતા. આ તમામ લોકોએ કેન્દ્ર સરકાર દ્વારા સમય સમય પર બનાવાયેલી વિશેષ જોગવાઈઓ અંતર્ગત નાગરિક્તા અપાઈ છે. તમિલોને એટલી મોટી સંખ્યામાં એટલે નાગરિક્તા મળી શકી, કારણ કે 1964 અને 74માં ભારત શ્રીલંકા વચ્ચે આંતરરાષ્ટ્રીય સમજૂતી થઈ હતી.

વર્તમાનમાં 95 હજાર શ્રીલંકન શરણાર્થી તમિલનાડુમાં રહે છે. તેમને રેશન કાર્ડ સહિત બીજી સુવિધાઓ અપાઈ છે. આ એટલે કરાયું કે તે સમય પર ભારતીય નાગરિક્તા લેવા માટે તે અરજી કરી શકે. 1962થી 78ની વચ્ચે બે લાખથી વધુ ભારતીય મૂળના તે લોકો જે બર્મામાં રહેતા હતા, તેમને ભારતમાં વસાવવામાં આવ્યા. કારણ, તે લોકોના બર્મામાં મોટા બિઝનેસ હતા, પરંતુ તેના પર ત્યાંની સરકારએ જબરજસ્તી કબ્જો કરી લીધો. તે લોકોને ભારત લાવીને વિવિધ હિસ્સાઓમાં રહેવાની પરવાનગી અપાઈ હતી.

સૂત્રો કહે છે કે, હાલ નાગરિક સંશોધન કાયદા બહારથી આવેલા કોઈ પણ ધર્મ સમૂદાયને નિશાનો નથી બનાવતો. તે એ લોકોને ફક્ત રિત બતાવે છે જે ગેરકાયદે નાગરિક શબ્દ સાથે લગાવવાનું દુઃખ સહી રહ્યા હતા. તે લોકો હવે યોગ્યતાઓ પુરી કરી ભારતિય નાગરિક્તા લઈ શકે છે. કેન્દ્ર સરકાર આ બાબતે નિયમ બનાવશે. આ નક્કી છે કે કોઈ પણ પ્રવાસી જાતે જ ભારતના નાગરિક ન બની જાય. તેને ઓનલાઈન અરજી કરવાની રહેશે. સક્ષમ ઓથોરિટી તે વ્યક્તિની યોગ્યતાઓ ચેક કરશે. આ યાદી તે તમામ યોગ્યતાઓ પૂરી કરે છે જેમાં તેને નાગરિક્તા મળી જશે.