પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણો એક માનવ સહજ સ્વભાવ છે,જેમાં આપણા જીવનમાં જે કઈ ખોટુ થાય છે તેના માટે આપણે કોઈ બીજાને જવાબદાર ઠેરવી દઈએ છીએ,કોરાના પ્રકરણમાં પણ આવુ જ થયુ,સૌથી પહેલા આપણે કોરાના માટે વિદેશથી આવેલા ભારતીયોને જવાબદાર ઠેરવી દીધા, અને ત્યારે બાદ દેશના રાજનેતાઓ અને મિડીયાએ તબલીક જમાતને કારણભુત ગણાવી,જમાતને કારણે કોરાનાનું સંક્રમણ વધ્યુ તે સત્યને નકારી શકાય તેમ નથી, પણ જમાતની ભુલને કારણે સમગ્ર કોમને જવાબદાર ગણાવી તેમને નિશાન બનાવવામાં આવે તે પણ યોગ્ય નથી, ભારતમાં કોરોના માટે જવાબદાર બીનનિવાસી ભારતીયો અને જમાતીઓને સામે ઉભા રાખો તો આપણને જમાતીયો માટે જ ગુસ્સો છે. પણ આવી જ સ્થિતિ આપણા પડોશી દેશ બાંગ્લાદેશમાં નિર્માણ પામી પણ બાંગ્લાદેશની સરકારે તંત્ર અને પ્રજાને તાદીક કરી કે આ સ્થિતિ માટે હિન્દુઓને નિશાન બનાવશો નહીં.

આપણા પડોશી દેશમાં કોરોનાની અસર છે બાંગ્લાદેશની રાજધાની ઢાંકામાં આવેલા ઇસ્કોન મંદિર 36 ભકતોને કોરોના પોઝીટીવના દર્દી છે,બાંગ્લાદેશ સરકારે આ તમામ સંતો અને ભકતોને ઇસ્કોન મંદિરમાં પણ કોરોન્ટાઈન કરી તેમને સારવાર આપવાની શરૂઆત કરી, જેમ આપણે માનીએ છીએ કે જમાતીઓને કારણે આપણે સહન કરવુ પડે છે,તેવુ ઢાંકામાં રહેતા લોકો પણ માનવા લાગ્યા કે ઇસ્કોનના હિન્દુ સંતોને કારણે તેમના વિસ્તાર અને શહેરમાં કોરોનાનું સંક્રમણ થયુ છે. બાંગ્લાદેશ સરકાર માટે પણ સહેલુ હતું કે તેઓ આપણા રાજનેતાની જેમ દોષનો ટોપલો હિન્દુ સંતોના માથે ઢોકી દે પણ તેમણે તેવુ કર્યુ નહીં બાંગ્લાદેશ સરકારે જાહેર નિવેદન કરી તેવુ કહ્યુ કોરોનાની સ્થિતિ કોઈ વ્યકિત અને ખાસ સમુહને કારણે નથી એટલે ઇસ્કોનના સંતો અને ભકતોને દોષીત ગણવામાં આવે તે યોગ્ય નથી.