મેરાન્યૂઝ નેટવર્ક.ભિલોડા: સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોય તેવા દ્રશ્યો ઠેર-ઠેર જોવા મળી રહ્યા છે બંને જીલ્લામાં બેંકમાં ગ્રાહકોના રૂપિયા તફડાવતી અનેક ઘટનાઓ બની રહી છે ત્યારે બેંકની ઓફિસની અંદર કાઉન્ટર પર ટેબલ રહેલા રૂપિયા તફડાવતી ગેંગ સક્રિય થતા બેંકના કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે તલોદની સાબરકાંઠા બેંકમાં ટેબલ પર પડેલા ૬ લાખ રૂપિયાની ઉઠાંતરીની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યારે ભિલોડા ખાતે આવેલ ધી.સાબરકાંઠા ડીસ્ટ્રીક સેન્ટ્રલ કો.ઓ.બેંક માં શાખાની અંદરની પ્રવેશી એક સગીર ૩.૫૦ લાખ રૂપિયાની ઉઠાવી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી બેંકમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર સગીર સીસીટીવી કેમેરામાં કેદ થતા ભિલોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી હતી

ભિલોડામાં આવેલી સાબરકાંઠા મધ્યસ્થ સહકારી લી.ની શાખામાં બ્રાન્ચની અંદરની બાજુમાં રહેલા કર્મચારીઓના કાઉન્ટર પર બ્રાન્ચમાં કેશિયર તરીકે ફરજ બજાવતા નવનીત કુમાર કચરાભાઈ પટેલે રૂપિયાનું કલેક્શન કાઉન્ટર ઉપરના બોક્સમાં રાખી બાથરૂમ જતા બેંકમાં ઉભા રહેલા એક શખ્શે તેની સાથે રહેલા ૧૫ થી ૧૬ વર્ષીય સગીરને ઈશારો કરી કાઉન્ટર અંદર મોકલતા સગીરે કાઉન્ટરના બોક્સમાં રહેલા રૂ.૫૦૦ ના ૭ બંડલ રૂપિયા-૩,૫૦,૦૦૦/- ની ચોરી કરી સગીર અને તેની સાથે રહેલો શખ્શ રફુચક્કર થઈ  જતા કેશિયર ફોંફાળો બન્યો હતો સમગ્ર ઘટના બેંકના સીસીટીવી કેમેરામાં કેદ થતા ઘટનાની જાણ ભિલોડા પોલીસને કરવામાં આવતા પોલીસ બેન્ક ખાતે દોડી આવી હતી.અને બેન્ક સ્ટાફની પૂછપરછ કરી તસ્કરોનો શોધખોળ હાથ ધરી હતી કર્મચારીઓ અને ગ્રાહકોની વચ્ચે એક હિંમતભેર પ્રવેશી ૩.૫૦ લાખ સરકાવી લેતા બેંકના કર્મચારીઓ પણ હડકંપ મચ્યો હતો.