મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હીમાં રાની ઝાંસી રોડ પર અનાજના માર્કેટમાં રવિવારે સવારે ભિષણ આગ લાગી ગઈ છે જેમાં 32 લોકોના મોત થયા છે. દિલ્હી પોલીસ અનુસાર હજુ સુધી દમ ઘૂટવાને કારણે 32 લોકોના મોત થયા નું સામે આવ્યું છે જોકે લગભગ 50 લોકોને બચાવાયા છે.

દિલ્હી ફાયર વિભાગના એક અધિકારીઓ કહ્યું કે આગ લાગવાની માહિતી સવારે 5 વાગ્યાના આસપાસ મળી હતી જે પછી 30 ગાડીઓને ઘટના સ્થળ પર મોકલવામાં આવી હતી. મકાનમાં ફસાયેલા ઘણા લોકોને બહાર નિકાળી આરએમએલ હોસ્પિટલ તથા હિંદુ રાવ હોસ્પિટલમાં ખસેડાયા છે.

આગ બિલ્ડીંગના છઠ્ઠા માળે લાગી હતી. તે કારણે લોકો નીચે ઉતરી શખ્યા હતા. બિલ્ડીંગમાં જે જગ્યા પર આગ હતી તે લોકો જોકે ફસાઈ ગયા હતા. સ્થ પર પહોંચેલા અધિકારીઓએ કહ્યું કે આ બિલ્ડિંગમાં પૈકિંગનું કામ થઈ રહ્યું હતું. બિલ્ડીંગના અંદર સાંકળી જગ્યાઓ હોવાને કારણે લોકોને ભાગવામાં વધુ તકલીફ પડી હતી. જે કારણે 50 ટકા લોકો આગની ઝપેટમાં આવી ગયા હતા.

ત્યાં લોક નાયક હોસ્પિટલના અધિક્ષકનું કહેવું છે કે, અહીં હોસ્પિટલમાં 14 લોકોના મોત થયા છે. તબીબોની ટીમ ઈજાગ્રસ્તોની સારવારમાં લાગી ગઈ છે. આ સાથે જ ફાયર બ્રિગેડના એક અધિકારીએ કહ્યું કે હાલ આગ પર કાબુ મેળવી લીધો છે. ઘણા લોકોને બચાવ્યા છે. અત્યારે પણ બચાવ કાર્ય ચાલુ છે.