મેરાન્યૂઝ નેટવર્ક, શામળાજી:  શુક્રવારે સવારે ગાંધીનગર આર.આર.સેલે મોડાસાના ટીંટીસર ગામ નજીકથી ફોર્ડ આઈકોન કારમાંથી રૂ.૩૫૧૦૦નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો ત્યારે શામળાજી પોલીસે વેણપુર ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા ટ્રકમાં ડાંગરનું ભુસુ ભરેલ પ્લાસ્ટિક બેગની આડમાં સંતાડીને ઘુસાડાતો રૂ.૯૫૦૪૦૦નો વિદેશી દારૂ ઝડપી પાડી ટ્રક ચાલક સહીત અન્ય શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.  


અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલે દારૂબંધીની કડક અમલવારી કરવાના અને જીલ્લાની સરહદો પરથી ગેરકાયદેસર દારૂ ઘુસાડાતો અટકાવવા સખત કાર્યવાહીના આદેશના પગલે શામળાજી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એમ.પી.ચૌહાણ અને તેમની ટીમે વેણપુર ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાતા શંકાસ્પદ ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રક (ગાડી.નં-HR 67 B  3161 ) માં ડાંગરના ભુસાની પ્લાસ્ટિકની બેગની આડમાં સંતાડીને લવાતો ગેરકાયદેસર વગર પાસ પરમીટનો વિદેશી દારૂની પેટી-૨૬૪ જેમાં કુલ બોટલ નંગ-૩૧૬૮ કિં.રૂ.૯૫૦૪૦૦નો જથ્થો ઝડપી પાડી બાબુરામ શ્રીમિધુ ડોમ (મીરાસી) અને શેરસીંગ કાશીરામ ચમાર (રહે.બંને પસીનાકાલા,પાણીપત,હરિયાણા) ની ધરપકડ કરી ટ્રકની અને દારુ સહિતનિ કુલ રૂ.૧૯૫૧૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટ્રકમાં દારૂ ભરી આપનાર હરિયાણાના પાણીપત જીલ્લાના અમિત નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી પરપ્રાંતીય બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.