મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ લેપટોપ અને કોમ્પ્યૂટરએ આપણી જીંદગીને જેટલી સરળ બનાવી દીધી છે, તેનાથી જોખમ પણ તેટલું જ ઊભું થયું છે. સતત કલાકો સુધી લેપટોપ અને કોમ્પ્યૂટર પર કામ કરવાને કારણે આપની આંખો પર ખરાબ અસર તો પડે જ છે, સાથે જ તેને કારણે તમારી આંગળીઓમાં પણ ઘણી સમસ્યાઓ થઈ શકે છે. કાર્પલ ટનલ સિંડ્રોમ એવી જ બિમારી છે જેનું જોખમ તે લોકોને હોય છે જે પોતાનો વધુ પડતો સમય કોમ્પ્યૂટર, લેપટોપ પર ટાઈરપિંગ કરતાં સમય વિતાવે છે અથવા સ્માર્ટ ફોન પર વિતાવે છે. આ રોગમાં હાથોમાં દુઃખાવો અને વચ્ચેની આંગળીમાં સંવેદના ન થવી, જેવી ઘણી મુશ્કેલીઓ પડે છે. ચાલો આવીએ આપને ટનલ સિંડ્રોમ સાથે જોડાયેલી વાતો છે.

એક શોધ મુજબ ભારતમાં 30 ટકા યુવાનોમાં માંશપેશીઓ અને સ્નાયુઓ સંબંધિત બિમારીઓ જોવા મળી છે. આ શોધમાં એવા લોકોને શામેલ કરવામાં આવ્યા હતા જે દિવસમાં 7 કલાકથી વધુ લેપટોપ, કોમ્પ્યૂટર અને સ્માર્ટફોન પર ગુજારે છે. આ રોગના કારણે ઉંમર બાદ વ્યક્તીના કાંડામાં દુઃખાવો રહેવા લાગે છે અને ઘણી વાર સામાન ઉઠાવવા, શૌચ ક્રિયા વગેરેમાં આંગળીઓ સાથ આપતી નથી. એવામાં મોટાભાગે બાર સર્જરીનો જ સહારો લેવો પડે છે.

આ સમસ્યા એક સાથે બંને હાથોમાં પણ થઈ શકે છે. આ રોગના કારણે સૌથી ખાસ બાબત એ છે કે સૌથી નાની આંગળી (ટચલી) પર તેનો કોઈ અસર પડતો નથી. આ રોગથી ગ્રસ્ત વ્યક્તિને હાથમાં સોજો લાગી શકે છે અને હથેળીથી લઈને કોણી સુધી દુઃખાવો પણ થઈ શકે છે. રાત્રે કે જ્યારે હાથમાં ગરમી હોય અથવા સુન્ન વધુ થઈ જાય છે. પીડિત પોતાના હાથમાં થાક લાગવા લાગે છે. વ્યક્તિ ચીજોને સરળતાથી પકડવા માટે અસમર્થ બને છે. ચીજ તેના હાથથી છૂટવા લાગે છે. તેના માટે કોઈ ચીજને ઉઠાવી મુશ્કેલ બની જાયે છે. કેટલીક મિહિલાઓ હોર્મોન્સમાં બદલાવને કારણે આ બિમારીની ઝપેટમાં આવી શકે છે.

હાથ તથા કાંડા પર વધુ દબાણ લગાવવાથી દૂર રહેવું જોઈએ. જો આપ લાંબા સમય સુધી ડ્રાઈવ કરો છો તો પ્રયત્ન કરો કે સ્ટીયરિંગ વ્હીલ કે હેંડલ પર પોતાની ગ્રીપ થોડી ઢીલી રાખો જેથી કાંડાઓ પર વધુ દબાણ ન આવે હાથ પર દબાણ નાંખી સુવું પણ ન જોઈએ. યોગ્ય મુદ્રામાં જ સુવાની ટીવ રાખવી જેથી હાથોની નસો પર દબાણ ન પડે.

કાર્પલ ટનલના દુઃખાવાને નિયમિત એક્સરસાઈઝથી પણ કાબૂ મેળવી શકાય છે. ખાસ કરીને કાંડા અને આંગળીઓથી જોડાયેલી કસરતો તેમાં ઘણી મદદગાર સાબિત થાય છે. કાંડા અને આંગળીઓને સ્ટ્રેચ કરવા, ખભા અને ગળાની સામાન્ય કસરતો કરવા, કાંડાને ક્લોક વાઈઝ અને એન્ટી ક્લોક વાઈઝ ફેરવા જેવી કસરતો કરવાથી આ દર્દમાં કાબૂ મેળવી શકાય છે.

  • પોતાના શરીરને લઈને વિશેષ સાવધાની રાખો. આંગળીઓને સમય-સમયે આરામ આપતા રહો.
  • કોમ્યૂટર પર કામ કરનાર લોકો માટે જરૂરી છે કે તે પોતાની કમર, બાજુઓ અને પગોની એવી સ્થિતિ રાખે કે આંગળીઓ અને કાંડા પર ઓછામાં ઓછું દબાણ આવે.
  • હાથોમાં થાક થવા પર બેસીને ઉંડો સ્વાસ લેવા, સંગીત સાંભળવા, ધ્યાન કે પ્રાથનાથી પણ લાભ મળે છે.
  • કામ કરતી વખતે કોમ્યૂટરનું કિ-બોર્ડ કોણી કરતાં ઉંચાઈ પર ન રાખો.
  • લાંબા સમય સુધી બેસી રહેવા કમરને સીધી રાખવાના પ્રયત્નો કરો.
  • કાંડા તથા કમર તથા ગર્દનનો વ્યાયામ રોજીંદો રાખો.