મેરાન્યૂઝ.અમદાવાદઃ
જ્યારે કોઈ એક વ્યક્તિના અધિકારો સામે ખતરો ઊભો થાય છે, ત્યારે દરેક વ્યક્તિના અધિકારોમાં ઘટાડો થાય છે. 
- John F. Kennedy
(1917-63, 35th US President)
 
તંદુરસ્ત લોકશાહીની ખરી કસોટી એ છે કે સરકારના કોઈ પણ નિર્ણય સામે સમાજના કોઈ પણ સ્તરની કોઈ પણ વ્યક્તિ સવાલ ઉઠાવી શકે. 
- Kabir Khan
(1971- , Indian Film Director and Screen writer) 

બંધારણને ઉખાડી ફેંકવા નહીં પણ બંધારણને વિકૃત કરનારાને ઉખાડી ફેંકવા માટે, આપણે લોકો જ સંસદ અને અદાલતોના ખરા માલિક છીએ.
- Abraham Lincoln
(1809-1865, 16th US President)

ક્રાંતિ એ માનવજાતનો અવિચ્છેવિદ્ય અધિકાર છે. સ્વતંત્રતા એ સૌનો અવિનાશી જન્મસિદ્ધ અધિકાર છે. 
- Bhagatsingh
(1907-31, Indian socialist revolutionary)

તમારે દેશભક્તિમાં એટલા બધા આંધળા ના થઈ જવું જોઈએ કે તમે વાસ્તવિકતા જોઈ જ ના શકો. જે ખોટું છે તે ખોટું છે, પછી ભલે ને તો કોઈ પણ કહેતું હોય. 
હું માનું છું કે જેઓ દરેક વ્યક્તિ માટે સ્વતંત્રતા, ન્યાય અને સમાનતા ઈચ્છે છે અને જેઓ શોષણની વ્યવસ્થા ચાલુ રાખવા માગે છે તેમની વચ્ચે સંઘર્ષ થશે જ.
- Malcolm X
(1925-65, American Civil Rights Activist)

કદી પણ અન્યાય કે મૂર્ખતાના મૂક પ્રેક્ષક ના બની રહો. કબર તમને ચૂપ રહેવા માટે પૂરતો સમય આપે છે.
- Christopher Hatchins
(1949-2011, English-American author)

જે રાષ્ટ્ર કે સરકાર વ્યક્તિને સ્વતંત્રતાથી વંચિત રાખે છે તેનું એ કૃત્ય નૈતિક અને આધ્યાત્મિક ખૂન છે.  જે વ્યક્તિ પોતાની સ્વતંત્રતા વિશે ચિંતા કરતી નથી તે નૈતિક અને આધ્યાત્મિક  પ્રકારનો આપઘાત કરે છે. 
- Martin Luther King
(1929-68, American Civil Rights Activist) 

જે મનુષ્યના દિમાગને ચીરીને ટુકડા કરે અને પછી પોતાની પસંદગી અનુસાર એને આકાર આપીને ફરી સાથે ગોઠવે એનું નામ સત્તા.
-George Orwell 
(1903-50, British author)

ભક્તિ ધર્મમાં આત્માની મુક્તિ માટેનો માર્ગ હોઈ શકે છે, પણ રાજકારણમાં ભક્તિ અથવા વીર પૂજા એ પતનનો, અને છેવટે સરમુખત્યારશાહીનો, નિશ્ચિત માર્ગ છે. 
-Dr B R. Ambedkar
(1891-1956)

બહુમતીના મત દ્વારા શાસન એટલે લોકશાહી એવી તેની વ્યાખ્યા થઈ શકે નહીં. એ જ રીતે, એનો અર્થ એવો પણ નથી થતો કે બહુમતીનો મત એ જે સાચું છે તેની જ અધિકૃત અભિવ્યક્તિ છે. 
- Friedrich Hayek
(1899-1992, Nobel Prize-1974 winner economist)

લોકશાહીમાં બહુમતી નાગરિકો લઘુમતી પર અત્યંત ઘાતકી દમન કરવા માટે સક્ષમ હોય છે.
- Edmund Burke
(1729-97, Anglo-Irish philosopher) 

જે કોઈ મનુષ્ય કે વર્ગ કે જ્ઞાતિ કે રાષ્ટ્ર કે સંસ્થા, કોઈ વ્યક્તિના વિચાર કે કાર્ય કરવાની સત્તાને પ્રતિબંધિત કરે છે તે શયતાની છે અને તેનું પતન થવું જ જોઈએ.
Swami Vivekananda
(1863-1902, Indian Spiritual Leader)

લોકોના બે દુશ્મનો છે: ગુનેગારો અને સરકાર. એટલે આપણે સરકારને બંધારણની સાંકળથી બાંધી રાખીએ કે જેથી સરકાર ગુનેગારોનું કાનૂની સ્વરૂપ ના બની જાય.  
- Thomas Jefferson
(1743-1826, 3rd US President)

સૌજન્ય : Prof. Hemantkumar Shah