મેરાન્યૂઝ નેટવર્ક.યુક્રેન: યુક્રેનમાં એક મોટું વિમાન ક્રેશ થયું છે. રાયટર્સના જણાવ્યા અનુસાર, 28 લોકોને લઇને જઈ રહેલ યુક્રેન એરફોર્સનું વિમાન શુક્રવારે સાંજે  ક્રેશ થયું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટના સ્થળે જ 22 લોકોનાં મોત નીપજ્યાં હતાં. બાકીના ગુમ છે.

યુક્રેનિયન પ્રધાને અકસ્માત વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વિમાનમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા તેમજ ક્રૂના 7 સભ્યો હતા. અકસ્માતનું કારણ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ જલ્દી જ ઘટના સ્થળે જશે.