મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં નકલી પોલીસ,નકલી અધિકારીઓ બની લોકોને ખંખેરતા હોવાની અનેક ઘટનાઓ સતત બની રહી છે દિવાળી આવતાની સાથે નકલી પત્રકાર ફૂટી નીકળ્યા છે પત્રકાર હોવાનો રોફ જમાવી ધંધાર્થીઓ અને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી રૂપિયા ખખેરાતાં આવા શખ્શોથી બંને જીલ્લાના પત્રકારો ભારે રોષ પ્રવર્તી રહ્યો છે હિંમતનગર સિવિલ સર્કલ પાસે એક સ્ત્રી રોગ નિષ્ણાત તબીબને ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરો છો તેમ કહી બે શખ્શોએ પત્રકાર તરીકેની ઓળખ આપી ૧ કરોડ રૂપિયા માંગ કરતા તબીબને પણ તમ્મર આવી જતા પોલીસનો સંપર્ક કર્યો હતો

હિંમતનગર ની ન્યૂ લાઈફ હોસ્પિટલ માં એક પરણિત મહિલા ને બે માસનો ગર્ભ હતો અચાનક મહિલાને ગર્ભાશયમાંથી લોહી વહેતા સારવાર માટે પરિવારજનો હોસ્પિટલમાં લઈ ગયા હતા આ દરમિયાન બેરણા ગામના ભીખુસિંહ કચરસિંહ પરમાર ઉર્ફે પેન્ટર તેમજ હડિયોલ ગામનો મનોજ વણકર નામનો શખ્શ હોસ્પિટલમાં પહોંચી ન્યુ લાઈફ હોસ્પિટલના તબીબ  ર્ડો.દિવ્યેશ પટેલને  દમદાટી આપી રૂ.૧ કરોડની માંગણી કરતા તબીબે બંને શખ્શોને મહિલા દર્દીની સાચી માહિતી જણાવવા છતાં ગેરકાયદેસર ગર્ભ  પરીક્ષણ અને ગર્ભપાતનો આરોપ લગાવી ૩૦ લાખ રૂપિયાની માંગણી કરતા તબીબે હિંમતનગર બી ડિવિઝનમાં જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ભીખુસિંહ કચરસિંહ પરમારની ધરપકડ કરી પોલીસને જાણ કરવામાં આવી હોવાની ગંધ મનોજ વણકર નામના શખ્શને આવી જતા રફુચક્કર થઇ જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.