મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી : ભારત દેશના ભૂતપૂર્વ હોકી ખેલાડી અને 1980 ની મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ટીમના સભ્ય રવિંદર પાલ સિંઘનું શનિવારે કોવિડ -19 થી અવસાન થયું .તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા પહેલા લખનૌમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કામ કર્યું હતું.

રમત મંત્રી કિરણ રિજિજુએ રવિન્દરના મૃત્યુના સમાચાર ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો. કિરેન રિજિજુએ ટ્વિટ કર્યું કે, "શ્રી રવિંદર પાલ સિંઘજી કોવિડ 19 થી યુદ્ધ હારી ગયા છે એ જાણીને મને ખૂબ દુ:ખ થાય છે. તેમનું નિધન થતાં ભારત 1980 ની મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર હોકી ટીમનો સુવર્ણ સભ્ય ગુમાવ્યો હતો. ભારતીય રમતોમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. ઓમ શાંતિ. "

તે લખનૌમાં તેમના પરિવાર સાથે રહેતા હતા. તે કુંવારા હતા, લગ્ન કર્યા નહોતા. તેમણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, લખનૌમાં પી.ઓ. તરીકે સેવા આપી હતી. તેમના પરિવારમાં પિતા રીતુ પાલ સિંહ અને તેમની એક મોટી બહેન સરસ્વતી દેવી અને મોટા ભાઈ રાજેન્દ્ર પાલ સિંહ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.