મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી ઃ સોશિયલ મીડિયા અંગે લાંબા સમયથી તજજ્ઞોના મંતવ્ય છે કે આ માનસિક રીતે લોકોને નબળા બનાવે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા વાસ્તવીક જીવનથી વધુ વિશ્વાસ વર્ચ્યૂઅલ જીવન પર કરવા લાગ્યા છે. તેનું તાજુ ઉદાહરણ એ છે કે ફેસબુક પર ઓછી લાઈક્સ મળવાને કારણે 19 વર્ષની એક યુવતીએ પોતાનો જીવ આપી દીધો છે.

આ પુરો કેસ લેંચેસ્ટરનો છે જ્યાં 19 વર્ષની ક્લોય ડેવિસનએ પોતાના ઝ ઘરમાં પંખા પર ફાંસો બાંધીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના ગત વર્ષે ડિસેમ્બરમાં બની હતી પરંતુ તે વખતે કોઈ સ્યૂસાઈડ નોટ મળી ન્હોતી, જેને કારણે તેના મૃત્યુનું કારણ જાણી શકાયું ન્હોતું.

હવે સામે આવ્યું છે કે ફેસબુક પર ઓછી લાઈક્સ મળવાને કારણે ડેવિસને આત્મહત્યા કરી છે. તેના મિત્રએ કહ્યું કે ઓછી લાઈક્સ મળવાના કારણે તે ઘણી પરેશાન રહેતી હતી. મોતથી પહેલા તેણે પોતના દોસ્તને ફોન કરીને કહ્યું હતું કે કોઈ તેને પસંદ નથી કરતું, કોઈ તેને પ્રેમ નથી કરતું.

ક્લોય ખરેખરમાં ખુબ સુંદર હતી, તે એક હોટલમાં વેઈટ્રેસ હતી. તે રોજ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અપલોડ કરતી હતી. મોતથી થોડા જ સમય પહેલા તેણે એક સેલ્ફી અપલોડ કરી હતી તેના પર લાઈક્સ ન્હોતી મળી, જે પછી તે પરેશાન રહેવા લાગી અને પોતાના મત્રોને પણ તે અંગે જાણકારી આપી હતી.

પોતાની દીકરીના ગયા પછી ક્લોયની માતા લોકોને સોશિયલ મીડિયા પ્રત્યે જાગૃત કરી રહી છે. તેમનું કહેવું છે કે જે તેમની દીકરી સાથે થયું અન્યના સાથે ન થવું જોઈએ. જો આપને પણ સોશિયલ મીડિયા વાળા લાઈક્સની લત છે તો તુરંત ત્યાગી દો. વાસ્તવિક જીવન જીવવાના પ્રયત્નો કરો.