મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ઘણીવાર આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. અનેક લોકોના ઘર સંસાર તૂટતાં બચાવ્યા છે. તો અનેક મહિલા - યુવતીઓને અલગ અલગ રીતે મદદરૂપ થઇ રહી છે. વડોદરા તાલુકાના ડભોઇ નજીક કાપુરાઈ ચોકડી પાસે રહેતા વૃદ્ધા અન્ય મહિલાઓ સાથે આયશર ટ્રકમાં બેસી મહીસાગર વિસ્તારમાં આવ્યા પછી ભૂલા પડ્યા હતા. મહીસાગર નદી નજીક વાસદ જવા ટ્રકમાં બેઠા પછી ટ્રક ચાલકે અગમ્ય કારણોસર મહિલાને રવિવારે રાત્રે મોડાસા તાલુકાના ખડોદા ગામ નજીક ઉતારી દેતા વૃદ્ધા મહિલા ખડોદા ગામમાં પહોંચતા અજાણી વૃધ્ધ મહિલાને ગ્રામજનોએ જોઈ તેની પૃચ્છા કરી. 

મળેલી જાણકારી બાદ લોકોએ તેમને સાંત્વના આપી પૂછપરછ કરતા વૃદ્ધા ભૂલા પડ્યાનું જણાતા ૧૮૧ અભયમ હેલ્પ લાઈનનો સંપર્ક કરતા ૧૮૧ અભયમ ટિમ ખડોદા પહોંચી વૃધ્ધાની પૂછપરછ કરતા તેઓ નિરાધાર હોવાનું જણાવતા મોડાસા સખી વન સ્ટોપને સુપ્રત કર્યા હતા વૃદ્ધા મહિલા ખડોદા ગ્રામજનો અને ૧૮૧ અભયમ ટીમની મદદથી  કોઈ અનિચ્છનીય ઘટનાનો ભોગ બને તે સહીસલામત બચાવી લઇ વતન પહોંચાડવા તજવીજ હાથધરી હતી.

વડોદરાના ડભોઇ નજીક આવેલ કપુરાઇ ચોકડી નજીક રહેતા અને નિરાધાર વૃદ્ધા ગંગાબેન ચંદુભાઈ રાવળ રવિવારે અન્ય લોકો સાથે મહીસાગર પ્રવાસે પહોંચ્યા હતા મહીસાગર નદી નજીક ભૂલા પડતા તેઓ અન્ય ટ્રકમાં બેસી ગયા હતા ટ્રક ચાલકને વાસદ જવાનું જણાવતા ટ્રક ચાલકે વૃદ્ધાને ટ્રકમાં બેસાડી દીધા હતા ત્યારબાદ અગમ્ય કારણોસર વૃદ્ધાને મોડાસા નજીક આવેલા ખડોદા ગામ નજીક રાત્રીના સુમારે ઉતારી દેતા અજાણ્યા વિસ્તારને પગલે વૃદ્ધા ખડોદા ગામે લાઈટ જોવા મળતા ત્યાં પહોંચ્યા હતા.

ગ્રામજનો અજાણ્યા વૃદ્ધાને જોતા તેમને આપવીતી જણાવતા ૧૮૧ અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કરતા ૧૮૧ અભયમ હેલ્પલાઈનની ટીમ ખડોદા પહોંચી હતી ૧૮૧ અભયમના મનીષાબેને વૃધ્ધાને સાંત્વના આપી પૂછતાછ કરતા નિરાધાર હોવાનું જણાવતા રાત્રિનો સમયના પગલે સખી વન સ્ટોપ મોડાસા ખસેડાયા હતા. મોડાસા સખી વનસ્ટોપની ટીમે મહિલાને તેના વતન પહોંચાડવા તજવીજ હાથધરી હતી.