મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલા કોરોના વાયસરના શંકાસ્પદ લક્ષણો ધરાવતા વધુ નવ જણાને આજે નવી સિવિલ સહિત અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તો શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ કરવામાં આવેલા પૈકી વધુ ૧૪ જણાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે આ સાથે ગત ૧લી જાન્યુઆરીથી ૧લી એપ્રિલ દરમિયાન અત્યાર સુધીમાં સુરતમાં શંકાસ્પદ-૧૨૦, પોઝિટિવ-૯, નેગેટિવ-૧૦૫ અને ૬ રિપોર્ટ પેન્ડિંગ છે. જયારે એક મોત નિપજ્યું છે.

આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આજે વધુ નવ જણા શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ગોરાડ રોડના ૮૧ વર્ષના વૃદ્ધને લાઈફ લાઈન હોસ્પિટલ, લીંબાયતના ૪૪ વર્ષની મહિલાને નવી સિવિલ હોસ્પિટલ, નવાગામના ૭૭ વર્ષની વૃદ્ધાને નવી સિવિલ હોસ્પિટલ, પાંડેસરાના ૪૦ વર્ષના .યુવકને નવી સિવિલ હોસ્પિટલ, ઝાપાબજારના ૬૮ વર્ષના આધેડને નવી સિવિલ હોસ્પિટલ, બમરોલી રોડના ૨૨ વર્ષના યુવકને નવી સિવિલ હોસ્પિટલ, સુમુલ ડેરી રોડના ૭૦ વર્ષની વૃદ્ધાને થ્રી સ્ટ્રાર હોસ્પિટલ, ઉનના અઢી વર્ષના બાળકને સ્મીમેર અને નવસારી બજારના ૩૮ વર્ષના યુવકને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ તમામ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી.