મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સિંગાપોર સ્થિત એક ગુરપ આઈબી સુરક્ષા અનુસંધાનની ટીમે ડાર્ક વેબ પર ક્રેડિટ અને ડેબિટ કાર્ડના વર્ણનના એક મોટા ડેટાબેઝની જાણકારી મેળવી છે. 'INDIA-MIX-NEW-01'ના રૂપમાં ડબ કરાયેલા ડેટા બે સંસ્કરણોમાં ઉપલબ્ધ છે - ટ્રેક 1 અને ટ્રેક 2 તેમાં 13 લાખથી વધુ ગ્રાહકોની ઓળખ શામેલ છે.

શરૂઆતી તપાસમાં ખબર પડી કે તેમાં સૌથી વધુ મહત્વપૂર્ણ ટ્રેક 2નો ડેટા ચોરી થયો છે. જે કાર્ડના પાછળ મૈગ્નેટિક સ્ટ્રીપમાં હોય છે. તેમાં ગ્રાહકની પ્રોફાઈલ અને લેવડદેવડની બધી જાણકારી હોય છે. ટ્રેક 1 ડેટામાં ફક્ત કાર્ડના નંબર જ હોય છે, જે સામાન્ય છે. કુલ ખાતાઓમાંથી 98 ટકા ભારતીય બેન્કોનો છે અને બાકી કોલંબિયાઈ નાણાકિય સંસ્થાઓનો છે.

ગ્રુપ આઈબી દ્વારા શેર કરાયેલા સ્ક્રીન-શૉટના અનુસાર, પ્રત્યેક કાર્ડ 100 ડોલર (લગભગ 7,092 રૂપિયા)માં વેચાઈ રહ્યા છે. કુલ મળીને તેની કિમત 130 મિલિયન ડોલર (લગભગ 921.99 કરોડ રૂપિયા)થી વધુ ચે. જેને હવે અત્યાર સુધીની સૌથી મોટી વેબ બેચાણના માટે ખાઈ જનાર સૌથી કિંમતી નાણાકિય જાણકારી બની ગઈ છે.

ગ્રુપ આઈબીના શોધકર્તાએ કહ્યું કે, જોકર્સ સ્ટેશ નામના એક ડાર્ક વેબ સાઈટએ ભારતથી 13 લાખથી વધુ ક્રેડિય અને ડેબિટ કાર્ડનો ડેટા ડંપ કર્યો છે.

જેમ પહેલા જેડડીનેટ (ZDNet) દ્વારા રિપોર્ટ કરાયો હતો, શોધકર્તાઓને તેની જાણકારી 28 ઓક્ટોબરે મળી હતી. તેમના અનુસાર આ સૌથી મોટો અને ડાર્ક વેબ પર અત્યાર સુધી કરાયેલા સૌથી મૂલ્યવાલ ડેટાબેઝ અપલોડ પૈકીનો એક છે.