મેરાન્યૂઝ નેટવર્ક.કાનપુરઃ ઉત્તરપ્રદેશના કાનપુરના રૂમા ગામ નજીક શુક્રવારે મોડી રાત્રે 12303 હાવડાથી નવી દિલ્હી જઇ રહેલ પૂર્વા એક્સપ્રેસના 12 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. જેમાં 14 જેટલા મુસાફરોને ઇજા પહોંચી હોવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગ અને રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને રાહતકાર્ય હાથ ધર્યું છે. પૂર્વા એક્સપ્રેસ -12303 હાવડાથી નવી દિલ્હી જઇ રહી હતી.

હાવડા-નવી દિલ્હી પૂર્વા એક્સપ્રેસ કાનપુર પહોંચવાની હતી, પરંતુ તે પહેલાં જ રૂમા પાસે ટ્રેનના 12 જેટલા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેમા 10 પેસેન્જર કોચ, એક પેટ્રી કાર અને એક પાવર કાર સામેલ છે. જેમાંથી 4 કોચ ટ્રેક નજીક પલટી ગયા હોવાની માહિતી મળી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શનિવારે મોડી રાત્રે 1 વાગ્યે બનેલી આ દુર્ઘટના કપલિંગ તૂટવાના કારણે બની છે. મુસાફરોને કાનપુરથી દિલ્હી લઇ જવા માટે અન્ય ટ્રેનની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. હાલ ઇલ્હાબાદ-કાનપુર રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને 11 ટ્રેન કેન્સલ કરવામાં આવી છે.

સામાન્ય ઇજા થઇ છે તેમને ૫૦૦૦ રૂપિયા અને ગંભીર ઇજા થઇ છે તેમને ૨૫૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત.