મેરાન્યૂઝ નેટવર્ક.મુઝફ્ફરપુરઃ બિહારના મુઝફ્ફરપુર શેલ્ટરહોમ કેસએ શાસન-પ્રશાસનના હોશ ઉડાવી દીધા છે, આ મામલામાં એક નવો ખુલાસો થયો છે. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં આ વાતની આશંકા વ્યક્ત કરી કે મુઝફ્ફરપુર આશ્રય ગૃહ યૌન ઉત્પીડન કેસમાં મુખ્ય આરોપી બ્રીજેશ ઠાકુર અને તેમના સહયોગીઓએ 11 યુવતીઓની કથિત રૂપે હત્યા કરી દેવામાં આવી હતી. તેમણે આ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે સ્મશાન ઘાટથી હાડકાઓની પોટલી મળી આવી છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાના સોગંદનામામાં, સીબીઆઈએ કહ્યું કે તપાસના દરમિયાન પીડિતોના નિવેદનમાં 11 યુવતીઓના નામ સામે આવ્યા છે. જેની બ્રજેશ ઠાકુર અને તેના સહયોગીઓએ કથિત રૂપે હત્યા કરી હતી. એજન્સીએ કહ્યું કે એક આરોપીની નિશાનદેહી પર એક સ્મશાન ઘાટના એક ખાસ સ્થાનની ખોદણી કરાઈ હતી જ્યાંથી હાડકાઓની પોટલી મળી આવી હતી.

આ પુરા કેસને લઈને રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલૂ પ્રસાદ યાદવના દિકરા તેજસ્વી યાદવે નીતીશ સરકાર પર નિશાન લગાવ્યું હતું અને કહ્યું હતું કે, નીતીશ કુમારે અતિનજીકના બ્રીજેશ ઠાકુરે સીએમના સંરક્ષણમાં 34 બાળકીઓની સત્તધારી નેતાઓ દ્વારા સામૂહિક બળાત્કાર ઉપરાંત 11 બાળકીઓને મારી નાખી છે. હિન્દુ રીતિથી દાહ સંસ્કાર પણ ન કર્યું. બાકી બાળાઓ હજુ પણ ગાયબ છે. નીતીશ સરકાર ખુલ્લી પડી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે બિહારના મુજફ્ફરપુરમાં એક એનજીઓ દ્વારા સંચાલિત આશ્રય ગૃહમાં ઘણી યુવતીઓ કથિત રૂપે બળાત્કાર અને યૌન ઉત્પીડનનો ભોગ બની હતી અને ટાટા સામાજિક વિજ્ઞાન સંસ્થાનની રિપોર્ટ બાદ આ મુદ્દો ઉછળ્યો હતો. આ મામલાની તપાસ સીબીઆઈને સોંપાઈ હતી અને એજન્સીએ બ્રીજેશ ઠાકુર સહિત 21 લોકો સામે આરોપપત્ર ફાઈલ કર્યું હતું.

આ કેસમાં પ્રધાન ન્યાયાધીશ રંજન ગોગોઈ અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાની પીઠને શુક્રવારે સુનાવણી કરાઈ. પીઠએ કહ્યું કે તે આવેદન પર સીબીઆઈને ઔપચારીક નોટિસ જારી કરશે અને એજન્સી ચાર સપ્તાહ અંદર તેના જવાબ આપશે. પીઠે સંક્ષિપ્ત દલીલો બાદ આ કેસમાં આગળની સુનાવણી 6 મેના રોજ કરવામાં આવશે.