મેરાન્યૂઝ નેટવર્ક. કેરળ: કેરળના કોઝિકોડ રેલ્વે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનમાંથી વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો છે. રેલવે સુરક્ષા દળોએ ટ્રેનમાંથી 100 થી વધુ જીલેટીન રોડ અને 350 ડિટોનેટર કબજે કર્યા છે. ચેન્નાઈ મંગલપુરમ એક્સપ્રેસ -02685 માંથી વિસ્ફોટક મળી આવ્યા હતા. આ સંદર્ભમાં મહિલા મુસાફરની ધરપકડ કરવામાં આવી છે, જે તમિળનાડુની હોવાનું કહેવાય છે. મહિલાની બેઠક નીચેથી વિસ્ફોટક મળી આવ્યા છે. મહિલાએ સ્વીકાર્યું કે તે કૂવામાં ખોદવાના હેતુથી જિલેટીન રોડ લીધા હોવાનું જણાવ્યું હતું.

જણાવી દઈએ કે ગુરુવારે મુંબઈના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા નજીક સ્કોર્પિયોમાં વિસ્ફોટકોથી ભરેલી એક શંકાસ્પદ કાર મળી આવી હતી. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે જણાવ્યું હતું કે, મુંબઈમાં મુકેશ અંબાણીના ઘરથી થોડે દૂર એક સ્કોર્પિયો વાન મળી આવી છે, તે સ્કોર્પિયો વાનમાં થોડી જિલેટીન મળી આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચ આ અંગે સંપૂર્ણ તપાસ કરી રહી છે, વાસ્તવિકતા જે પણ હોય તે વહેલી તકે બહાર આવશે. પોલીસને સાંજના 4 વાગ્યાની આસપાસ એક શંકાસ્પદ કાર મળી. શંકાસ્પદ કાર વિશેની માહિતી મળતાની સાથે જ તેને દૂર કરીને લઈ ગઈ છે. તેની ત્યાં તલાશી લેવામાં આવી હતી અને હજુ તપાસ ચાલુ છે. ત્યાંથી હટાવતી વખતે કારમાં જિલેટીન જેવી વસ્તુ દેખાઈ. તુરંત બોમ્બ સ્ક્વોડ બોલાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.