મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ 8 જાન્યુઆરીએ 10 ટ્રેડ યુનિયન તરફથી ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. છ બેન્ક યુનિયનએ પણ હડતાળને સમર્થન આપ્યું છે જેના કારણે બેંકિંગ કામગારીઓ પર અસર પડશે. બેન્ક બંધ રહેવાની અસર એટીએમ પર પણ રહેશે અને 8-9 જાન્યુઆરીએ એટીએમમાં કેશની સમસ્યાઓ રહી શકે છે. ટ્રેડ યુનિયન્સની તરફથી સંયુક્ત નિવેદનમાં કહેવાયું છે કે, આ હડતાળમાં અંદાજીત 25 કરોડ લોકો શામેલ થઈ શકે છે. ભારત બંધથી જોડાયેલી આ મહત્વની બાબતો આપે જાણવી જરૂરી છે.

1- કયા કયા 10 ટ્રેડ યુનિયન હડતાળમાં શામેલ છે

INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC અને ઘણા અન્ય સેક્ટોરલ ઈંડિપેન્ડેન્ટ ફેડરેશન અને એશોશિએશન્સ હડતાળમાં શામેલ છે.

2-  કોનું હડતાળને સમર્થન છે.

તે ઉપરાંત 60 વિદ્યાર્થી યુનિયન યુનિવર્સિટીના અધિકારીઓએ પણ હડતાળનો હિસ્સો બનવાનું એલાન કર્યું છે. આ શિક્ષા સંસ્થાનોમાં ફી વધારા અને શિક્ષાના ખાનગીકરણનો વિરોધ કરશે.

3- કયા કયા બેન્ક યુનિયન શામેલ છે.

છ બેન્ક યુનિયન- ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પલોયી અશોશિએશન (એઆઈબીઈએ), ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ એશોશિએશન (એઆઈબીઓએ), બીઈએફઆઈ, આઈએનબીઈએફ, આઈબીઓસી અને બેન્ક કર્મચારી સેના મહાસંઘ (બીકેએસએમ) કહી ચુક્યું છે કે તે બેન્ક હડતાળનું સમર્થન કરશે જે યુનિયન સમર્થન કરી રહ્યા છે, તેમના સમર્થિત બેન્કો કાલે બંધ રહેશે.

4- એટીએમ પર થશે અસર

જો બેન્કા કામકાજ પર અસર થશે અને વધુમાં વધુ બેન્કો બંધ રહેશે તો કેશના ડિસ્ટ્રીબ્યૂશન થઈ શકશે નહીં જેના કારણે એટીએમમાં કેશ લેવામાં પરેશાનીઓ થઈ શકે છે. કેશ ઘટવાની સમસ્યા 9મી જાન્યુઆરીએ પણ યથાવત રહી શકે છે.

5- બેન્કોમાં કયા કામો નહીં થાય

બેન્કથી કેશ નિકાળવા અને જમા કરવાનું સંભવ થશે નહીં, તે ઉપરાંત ચેક ક્લિયરિંગના કામ પણ થશે નહીં. જોકે ઓનલાઈન બેંકિંગના કામ પર કોઈ પ્રકારની અસર નહીં થાય. ઘણા બેન્ક શેર બજારને જાણકારી આપી ચુક્યા છે કે તે 8 જાન્યુઆરીએ બંધ રહેશે.

6- પ્રાઈવેટ બેન્ક પર થશે અસર?

હતાળની અસર પ્રાઈવેટ (ખાનગી) બેન્કો પર અસર નહીં થાય.

7-  બેન્ક હડતાળમાં કેમ શામેલ થઈ

બેન્ક કર્મચારી બેન્ક મર્જરના નિર્ણયનો સતત વિરોધ કરી રહ્યા છે. તે જ કારણથી તે હડતાળમાં શામેલ થઈ રહ્યા છે.

8- ભારત બંધનો હેતુ શું છે

કેન્દ્ર સરકારની આર્થિક અને જન વિરોધી નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયન્સની તરફથી હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે. જે ઉપરાંત તે પ્રસ્તાવિત લેબર લોનો પણ વિરોધ કરી રહ્યા છે. સ્ટૂડેન્ટ યુનિયન્સ શિક્ષણ સંસ્થાઓમાં ફીસના વધારાનો વિરોધ કરી રહ્યા છે.

9- કેટલા લોકો હડતાળમાં શામેલ રહેશે

ટ્રેડ યુનિયન્સની તરફથી સંયુક્ત નિવેદન જાહેર કરાયું છે કે હડતાળમાં અંદાજીત 25 કરોડ લોકો શામેલ થઈ શકે છે.

10- સરકારનું શું કહેવું છે?

2 જાન્યુઆરીએ ટ્રેડ યુનિયનના પ્રતિનિધિ લેબર મિનિસ્ટર સાથે મળ્યા હતા પરંતુ વાત બની નહીં જેને કારણે ટ્રેડ યુનિયનએ 8 તારીખે જાહેર હડતાળને પાછી ન લેવાનો નિર્ણય કર્યો હતો.