મેરાન્યૂઝ નેટવર્ક.જમ્મુઃ જમ્મુમાં બસ સ્ટેન્ડ પર ગ્રેનેડથી હુમલો કરનાર શખ્સ સકંજામાં આવી ગયો છે અને તે હિઝબુલ મુજાહિદ્દીનનો શખ્સ હોવાનું સામે આવ્યું છે. તે હાથમાં લાગતાં જ તમામ બાબતો પરથી પડદો ઉઠવા લાગ્યો છે.

પોલીસના મતે યાસિર ભટ્ટને કુલગામમાં હિઝબુલ મુજાહિદ્દનના જિલ્લા કમાન્ડર ફારુક અહમદ ભટ્ટ ઉર્ફે ઉમર દ્વારા આ ગ્રેનડને ફેકવાનું કામ સોપવામાં આવ્યું હતું. જેની  પોલીસે ધરપકડ કરી છે તેણે પોતાના ગુનો કબુલી લીધો છે.

અહીં એક બસની અંદર બ્લાસ્ટ થયો છે, જેમાં 28 લોકો ઘાયલ થયાં છે. જેમાંથી 5ની સ્થિતિ ગંભીર છે. વિસ્ફોટમાં એકનું મોત થઈ ગયું છે. તમામને સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યાં છે.

મ્મુના આઈજીપી એમકે સિન્હાના જણાવ્યા પ્રમાણે બસમાં ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં અંદાજે 28 લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને જમ્મુ મેડિકલ કોલેજમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં બસના ડ્રાઈવર અને કંડકટર પણ સામેલ છે. બ્લાસ્ટવાળી જગ્યાની બાજુમાં એક ફ્રૂટનું મોટુ બજાર છે. પોલીસ હાલ ત્યાં પૂછપરછ કરી રહી છે. પ્રત્યાદર્શીઓના જણાવ્યા પ્રમાણે બસમાં ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. તેને સાથે જ કહ્યું કે જે સમયે વિસ્મફોટ થયો ત્યારે મને થયું કે ટાયર ફાટ્યું છે. આ ઘણો જ જોરદાર ધડાકો હતો. મે 2018 બાદથી અત્યાર સુધીમાં બસ સ્ટેન્ડ પર આ ત્રીજો હુમલો છે.

પોલીસના જણાવ્યા મુજબ હુમલાખોરની ઓળખ માટે સીસીટીવી ફુટેજની તપાસ કરાઈ હતી. દુર્ઘટના સમયે બસમાં વધુ લોકો હાજર ન હતા. આ જમ્મુનું મુખ્ય અને એકદમ વ્યસ્ત બસ સ્ટેન્ડ છે.

જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે જમ્મુમાં બસ સ્ટેન્ડ ઉપર ફેકવામાં આવેલ ગ્રેનેડ હુમલાની ટિકા કરી હતી. તેમણે મૃતકના પરિજનોને 5 લાખ રુપિયા અને ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને 20, 000 રુપિયા સહાય આપવાની જાહેરાત કરી છે.