મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહને જનતા તરફથી ખુબ પ્રેમ મળી રહ્યો છે અને બોક્સઓફિસ પર આ ફિલ્મ પહેલા જ દિવસે કમાણી સારી કરી રહી છે.

2 વર્ષ પહેલા ફિલ્મ અર્જુન રેડ્ડીએ એક્ટર વિજય દેવરાકોંડાને રતોરાત તેલુગૂ ઈન્ડસ્ટ્રીના સ્ટાર બનાવી દીધા હતા, હવે જ્યારે બે વર્ષ પછી બોલીવુડ એક્ટર શાહિદ કપૂરએ વિજયના સાથે ચાલતા અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક કબીર સિંહમાં કામ કર્યું છે. શાહિદ કપૂરની આ ફિલ્મને સારો એવો પ્રતિસાદ મળ્યો છે.

શાહિદ કપૂર અને કિયારા અડવાણી સ્ટારર આ ફિલ્મને તેના પહેલા દિવસે જ ધમાકેદાર બોક્સ ઓફિસનું ઓપનિંગ મળ્યું છે. કબીર સિંહે પહેલા જ દિવસે રૂ. 20.21 કરોડની કમાણી કરી છે. તે સાથે આ ફિલ્મ શાહિદ કપૂરની સૌથી મોટી ઓપનર સાબીત થઈ છે. કબીર સિહે શાહિદની ફિલ્મ પદ્માવતની કમાણી રૂ. 19 રોડ અને આ વર્ષે આવેલી ટોટલ ધમાલની કમાણી 16.50 કરોડને પાછળ મુકી દીધી છે. આ વર્ષે 2019ની સૌથી મોટી નોન હોલિડે ઓપનર પણ બની ગઈ છે. આ ફિલ્મને ભારતમાં 3123 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી અને આગળ પણ ટીમને તેની સારી કમાણીની આશાઓ બંધાઈ છે.

આપને જણાવી દઈએ કે અર્જુન રેડ્ડી વર્ષ 2017માં રિલીઝ થઈ હતી અને તેનું હિન્દી રિમેક હોવાના કારણે ફેન્સે કબીર સિંહની ઘણા સમયથી રાહ જોઈ હતી. પહેલા દિવસના કલેક્શનથી સાફ થયું છે કે ફિલ્મ ફેન્સને ખુશ કરવામાં સફળ રહી છે. જોકે બીજી તરફ ફિલ્મ ક્રીટીક્સે આ ફિલ્મને ખાસ પસંદ કરી નથી. જ્યાં કેટલાકે તેને અર્જુન રેડ્ડીની સીન ટૂ સીન કોપી હોવાને કારણે ખરાબ દર્શાવી છે તો બીજી તરફ તેને મિસોગિનીને ગ્લેમરાઈઝ કરવાના કારણે નાપસંદ કરાઈ છે.