મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારે 10 ટકા ઈબીસીને સર્વપ્રથમ લાગુ કરાયાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા કરવામાં આવી હતી. આ અંગે ભાજપના નેતા રેશ્મા પટેલે સરકારને જ આડે હાથ લઈ લીધી અને કહ્યું કે, હાલમાં જ ઓએનજીસી ગુજરાતની 737 બેઠકોની ભરતીમાં 10 ટકા ઈબીસીનું ઈમ્પલીમેન્ટેશન ક્યાં છે. જો સરકાર ચલાવી શકતા ન હોવ તો ખુરશી જનહીતમાં ખાલી કરો.

રેશ્મા પટેલે કહ્યું કે, આજે હું ભારતની કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ઉપર ફિટકાર વરસાવતા કહીશ કે આજ દેશ 200 વર્ષ ગોરાઓની ગુલામીમાંથી મુક્ત તો થયો પણ વર્તમાનમાં આપણે શાસક-ચોરોની માનસિક ગુલામીમાં સપડાઈ ગયા છીએ. કારણ કે આ તાનાશાહોની ભાજપ સરકારને લોકોનો તો ડર જ નથી. 10% EBC અનામતને તો મજાક બનાવીને રાખી દીધું છે. ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું EBC ની અમલવારી કરવા વાળું એવી બુમો બહુ પાડીતી સરકારે... તો જવાબ આપો કે, ONGC ગુજરાતની 737 બેઠકોની નોકરીની ભરતીમાં 10% EBCનો કોટા ક્યાં. ગુજરાતમાં ONGCની નોકરીની ભરતીમાં 10% EBCનો કોટા ના રાખતા 10% EBCને હું લોલીપોપ અને ચૂંટણીલક્ષી જાહેરાત માનું છું કારણ કે, આની પહેલાં પણ સિવિલ જજની ભરતીમાં EBC કોટા ન હતો. દેશને ગુમરાહ કરવા યુવાનોને છેતરવા વાળી ભારતીય જનતા પાર્ટીની રૂપાણી સરકાર માત્ર તાનાશાહોનાં ઈશારે લોકોને છેતરવાનું જ કામ કરે છે. રૂપાણી સરકાર માત્ર એડવર્ટાઇઝ એજન્સી છે એ વાત આજે સાબિત થાય છે. એટલે જ ગુજરાતની જનતા કહે છે કે, સાહેબ સત્તા સંભાળતા ના આવડતી હોય તો CM ની ખુરશી જનહિતમાં ખાલી કરો.