મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયધીશો દ્વારા સુપ્રીમ કોર્ટની કાર્ય પ્રણાલી સામે કેટલાંક સવાલ ઉભા કર્યા છે, જેમાં શૌહરાબઉદ્દી શેખ અેન્કાઉન્ટર કેસ સાંભળનાર મુંબઈના જજ બી એચ લોયાનો કેસ પણ સામે છે. આમ ફરી એક વખત શૌહરાબઉદ્દીન શેખ એન્કાઉન્ટર કેસ સપાટી ઉપર આવ્યો છે, બીજી તરફ આ કેસની ચર્ચા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘમાં પણ શરૂ થઈ છે. સંજય જોષી ગુજરાતના મહામંત્રી હતા ત્યારે તેમની કથીત સેકસ સીડી બહાર પડી હતી જેના કારણે તેમણે સંઘના તમામ હોદ્દા ઉપરથી રાજીનામુ આપ્યુ હતું, જો કે બાદમાં મધ્યપ્રદેશ ફોરેનસીક લેબોરેટરી દ્વારા સંજય જોષીને કલીન ચીટ આપી હતી, અને રીપોર્ટમાં જણાવ્યુ કે  સંજય જોષીની કહેવાતી સીડીમાં જે પુરૂષ છે તે સંજય જોષી નથી.

આ આખા મામલાની તપાસ કરવા માટે રાષ્ટ્રીય સ્વંય  સેવક સંઘ દ્વારા પણ એક અલગ તપાસ શરૂ કરવામાં આવી હતી, જે તપાસ ટીમના એક સભ્ય ડૉ પ્રવિણ તોગડીયા પણ હતા. આ તપાસ ટીમને શંકા હતા કે મધ્યપ્રદેશ સરકારે સંજય જોષીને કલીન ચીટ આપ્યા બાદ ખરેખર જોષીના જેવો દેખાતી વ્યકિત કોણ છે, ત્યારે એવી શંકા વ્યકત કરવામાં આવી હતી કે સેકસ સીડી તૈયાર કરવા માટે કુખ્યાત શૌહરાબઉદ્દીન શેખ અને તેની પત્ની કૌસરબીને ઉપયોગ કરવામાં આવ્યો હતો, જો કે બાદમાં શૌહરાબઉદ્દીનની એન્કાઉન્ટરના નામે એટીએસ દ્વારા હત્યા કરવામાં આવી હતી. અને કૌસરની પણ હત્યા કરી ડી જી વણઝારાના ગામ ઈલોલમાં અગ્ની સંસ્કાર કરી દેવામાં આવ્યો હતો.
 

સંઘમાં થયેલી ચર્ચાને થોડો આધાર એટલા માટે મળે છે કે સીબીઆઈ સામે આરોપી પોલીસ અધિકારીએ આપેલાના નિવેદનમાં સંજય  જોષીની સેકસ સીડીો ઉલ્લેખ આવે છે. અને એટીએસના અધિકારીઓ જ ભાજપના મુંબઈ અધિવેશનમાં સંજય જોષીની કહેવાતી સીડી વહેચવા ગયાની કબુલાત તેમણે કરી હતી.. જો કે હવે જજ લોયાના શંકાસ્પદ મોતના મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે, જો તે દિશામાં આગળ તપાસ થાય અને લોયાના પરિવારની શંકા સાચી પડે તો આ કેસ સાથે સંકળાયેલા મોટા માથાઓની મુશ્કેલી વધી શકે છે.