મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ગત તા. 6 જાન્યુઆરીના રોજ પ્રસુતી ગૃહ રૂકમણી ચૈનાનીની બહાર મુકેલા શુ રેકમાં એક નવજાત બાળક મૃત હાલતમાં ગોદળીમાં લપેટેલું મળી આવ્યું હતુ. જોકે બનાવને લઇને ચકાચાર મચી જવા પામી હતી. સમગ્ર મામલે રાવપુરા પોલીસે તપાસ હાથ ધરતા હોસ્પિટલના બહાર લાગેલી સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઇ હતી. અને સીસીટીવી ફુટેજના આધરે તપાસ કરતા એક વૃધ્ધ તને ગોદળાં લપેટી શુ રેકમાં મુકી જતો જોવા મળ્યો હતો. પોલીસે બાળકને ત્યજી દેનાર આધેડ અને તેના પુત્રની ધરપકડ કરી છે.

સયાજી હોસ્પિટલના રૂકમણી ચૈનાની પ્રસુતિ ગૃહની બહાર નવજાત જન્મેલા બાળકને ગોદળીમાં લપેટી ત્યજી દેનાર ખુદ તેના દાદા નરસિંહ કાળીયાભાઇ પલાસ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જેથી પોલીસે નરસિંહ પલાસ અને મૃત બાળકના પિતા કાળીયા વિરસિંહ પલાસની ધરપકડ કરી છે. જોકે સમગ્ર મામલે આ બન્ને શખ્સોની પુછપરછ કરતા, બાળકના દાદા નરસિંહ પલાસે જણાવ્યું કે બાળક મૃત હાલતમાં જન્મયું હોવાથી તેને ગોદળીમાં લપેટી શુ રેકમાં મુકી કુદરતી હજાતે જવા ગયો હતો. જોકે પરત ફરતા ભારે ભીડ જોઇ હું ગભરાયો અને ત્યાંથી અમે ભાગી ગયા હતા.

જોકે પિતા પુત્રની આ થીયરી પોલીસના ગળે ઉતરે તેમ નથી, જેથી પોલીસ બન્ને શખ્સોની કડકાઇથી પુછપરછ હાથ ધરી છે.