મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ લોકો માટે જીવવું એટલું મુશ્કેલ નથી જેટલું લાગે છે, માત્ર એક વિચાર અને તે આપને સરળ રસ્તો આપી જ દે છે. આવું જ કાંઈ વડોદરાના આ ત્રણ યુવાનોએ કર્યું છે. બસ ગરમીમાં લોકોની સેવા કરવાનું નક્કી કર્યું અને ત્રણ મિત્રોએ કાર્ય હાથ ધર્યું. તેઓ સો લીટર છાસ લઈ આવ્યા અને રવિવારે બપોરે તેઓ શહેરના રસ્તાઓ પર ફરવા લાગ્યા તેમણે રસ્તા પર ફરતાં લોકોની ગરમીમાં સેવા કરતાં પોલીસ કર્મચારીઓ અને રસ્તા પર જ જેમનું ઘર અને રોજી છે તેમને વિતરણ કર્યું હતું.

આ સેવાકીય કાર્યમાં વિપુલ ચૌહાણ, રાધે માળી અને ક્રિષ્ના ચૌહાણ જોડાયા હતા. તેમણે વડોદરાના, ગોત્રી, અલ્કાપુરી, રેસકોર્સ, ગેંડા સર્કલ, ફતેહગંજ, કાલા ઘોડા, દાંડીયા બજાર, રાવપુરા, સયાજી હોસ્પિટલના ચાર રસ્તાઓ અને ફૂટપાથ પર રહેતા લોકોને બે ઘડીની ખુશી વહેંચવાનો પ્રયત્ન કર્યો હતો.