મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સગરામપુરામાં રહેતા યુવકની અઠવા લાઇન્સ પોલીસે ઉશ્કેરણીજનક વીડિયો બનાવી મોબાઈલમાં વોટ્સએપ ગ્રુપમાં ફરતા કરવા મામલે ધરપકડ કરી છે.

સગરામપુરા નવી ઓલી અમીન ઍપાર્ટમેન્ટમાં રહેતા આરીફખાન ઉર્ફે આરીફ સુરતી રસીદખાન પઠાણ (ઉ.વ.૫૦)ની  ધરપકડ કરવામાં આવી હતી. આરીફખાને તેના સમાજના લોકોને ઉશ્કેરણીજનક ભાષામાં શબ્દો ઉચ્ચારી બે કોમના લોકો વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવાના ઈરાદે મોબાઈલમાં કોમી ઉશ્કેરણીજનક વીડિયો રેકોર્ડિંગ કરી વોટ્સએપ ગ્રુપમાં મોકલ્યો હતો. પોલીસ આરીફખાનની ધરપકડ કરી હતી.

આ વોટ્સએપ ગ્રુપમાં વધુ વાયરલ થાય અને લોકો ઉશ્કેરાય તે પૂર્વે જ મામલો પોલીસ મથક સુધી પહોંચી જતાં પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી વીડિયો બનાવનારાની ધરપકડ કરી શહેરની શાંતિ, સલામતીને અસર ન પહોંચે તેની ખાસ કાળજી રાખી હતી. વધુ તપાસ પોઈ કે.કે. ઝાલા કરી રહ્યા છે.