મેરાન્યુઝ નેટવર્ક ગાંધીનગર : બોલીવુડના એકટર ઈરફાન ખાનની ખરાબ તબિયત અંગે જયારથી સમાચાર મળ્યા છે ત્યારથી તેના ચાહકો ખુબજ ઘેરા આઘાતમાં છે. જેમાં પછીથી સૌને ખબર પડી કે, ઈરફાનને ન્યુરો એન્ડોક્રાઇન ટ્યુમર હોવાથી તેની સારવાર માટે તે લંડન ગયો છે. જેમાં તે આ ભયાનક બીમારીથી જલ્દી સાજો થઇ શકે...

હમણાં જ આ એક્ટર ધ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં આ બીમારી સામે બહાદુરીપૂર્વક લડવા અંગે તેણે જણાવ્યું હતું. જયારે લંડન જતા પહેલા થોડા દિવસો અગાઉ ઈરફાનની પત્ની સુતાપાએ ઈરફાનના નજીકના દોસ્તોમાના એક બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનને ફોન કર્યો હતો. જેમાં મળતી જાણકારી પ્રમાણે ફોન આવ્યા બાદ શાહરુખ ખાન ઈરફાનને મળવા તેના ઘરે પહોચ્યા હતા.. જ્યાં ઈરફાનના ફેમીલી સાથે લગભગ બે કલાક સુધી જોડે રહી વાતચીતો કરી હતી. એટલું જ નહિ શાહરૂખ ખાને જતા પહેલા ઈરફાનને પોતાના લંડનના ઘરની ચાવીઓ પણ આપી હતી. શાહરૂખ ખાનના આ લાગણીભર્યા વ્યવહારથી અભિભૂત થઈને ઈરફાન અને તેના ફેમિલીએ ખુશ થઈને શાહરુખના લંડનના ઘરની ચાવીઓ લઇ લીધી હતી. જેમાં શાહરૂખ ખાને આ ચાવી એટલા માટે આપી હતી કે, ઈરફાન અને તેના પરિવારને લંડનમાં પોતાના ઘર જેવા માહોલનો અનુભવ થાય..