અમરેશ મિશ્રા: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ભારત આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવાઈ મથક પર તેમનું સ્વાગત કર્યું હતું. નવા મિત્રને તેમણે પ્રોટોકોલ તોડીને આલિંગન આપ્યું હતું. પ્રેમથી ભેટી પડ્યા હતા.

જો કે, કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ઇઝરાયેલી નેતાને મળવાની ના પાડી દીધી હતી. ઇઝરાયલે તેના દાદા અને ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ સાથે કેવું વર્તન કર્યું હતું, તે જ સાચું કારણ છે કે તેઓ નેતન્યાહુને ન મળ્યા.   

1948માં ઇઝરાયલ યહૂદી 'રાષ્ટ્ર' તરીકે ઊભરી આવ્યું હતું. 1947માં 'ભારતમાં ધર્મ આધારિત (પાકિસ્તાન)ના ભાગલા પડ્યા હતા. યુનાઈટેડ નેશનમાં આ માટે મત લેવા ગયું હતું અને ભારતે તેના વિરોધમાં મત આપ્યો હતો. જેમાં પેલેસ્ટાઈન કે જેને યહૂદી પ્રેરિત ઈઝરાયલ અને અરબને પેલેસ્ટાઈન કહેવાય છે.

હિન્દે છેવટે 1950માં ઇઝરાયલને માન્યતા આપી હતી.પરંતુ તેની સાથે રાજદ્વારી-રાજકીય સંબંધો બનાવવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો. પંડિત નેહરુ હંમેશ એક દેશની તરફેણમાં હતા, બિનસાંપ્રદાયિક રાજ્ય –પેલેસ્ટાઇનનીજેમાં યહૂદીઓ અને આરબો સમાન રાષ્ટ્રો સાથે રહેતા હતા- લેવેન્ટમાં.

જો કે, ઈઝરાયલ 'હકીકત' બન્યા પછી, તે એક દેશ બન્યા પછી - ભારતે ઈઝરાયેલની સાથે પેલેસ્ટાઇન દેશની સ્થાપના કરવાની યુનાઈટેડ નેશન્સની યોજનાને ટેકો આપવાનું શરૂ કરી દીધું હતું. આ એક ફેરફાર હતો. 

યાદ રાખવા જેવું એ છે કે, અમેરિકા અને ઇઝરાયેલ ક્યારેય આ વિસ્તારમાં બિનસાંપ્રદાયિક દેશ હોય કે બને તેમ ક્યારેય ઇચ્છતા ન હતા. સત્તાવાર રીતે, અમેરિકા 'બે સ્ટેટ' બનાવવાની સમાધાનકારી બાબત માટે  તરફેણ કરતું હતું. પરંતુ ઇઝરાયેલ, અમેરિકાનાસાથીઓએ ભાગલા પાડવાની યોજનાના માર્ગમાં પણ સંખ્યાબંધ અવરોધો ઉભા કર્યા હતા.

ઇઝરાયેલ અને આરબના દેશો વચ્ચે સતત તનાવ વધી રહ્યું હતું. યુનાઈટેડ નેશન્સના શાંતિ દળો ગાઝામાં ઉતારવામાં આવ્યા હતા. ભારતીય લશ્કરે સંયુક્ત રાષ્ટ્રની મોટી ફોજનો મોટો હિસ્સો તૈયાર કર્યો હતો.

ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ 1960માં ગાઝામાં ભારતીય સૈન્ય અને અન્ય દેશોના સૈનિકોની મુલાકાત પણ લીધી હતી. તેમની મુલાકાત પછી, તેઓ બેરુત જવા માટે યુનાઈટેડ નેશનના વિમાનમાં બેસીને નિકળ્યા હતા.

આ વિમાન આકાશમાં ઉડવા લાગ્યું ત્યારે ઇઝરાયેલના બે ફાઇટર જેટ પણ તેની નજીક આવ્યા અને સાથે ઉડવા લાગ્યા હતા. તે વિમાનોએ આક્રમક રીતે કવાયત ભરી યુક્તિ શરૂ કરી હતી.

ઈઝરાયલે વિમાન સાથે જે કંઈ કર્યું હતું તે અંગે 1 ઓગસ્ટ, 1960ના રોજ નેહરુએ આપણી સંસદને સાફ જણાવ્યું હતું. નેહરુએ જણાવ્યું હતું કે ઈઝરાયેલની કાર્યવાહી 'અનાધિકૃત' હતી અને ઇઝરાયેલના સત્તાવાળાઓને ગાઝા જવાની પૂર્વે જાણકારી મેળવી હતી. (મતલબ કે નહેરુની જાસુસી કરી હતી)

નહેરુના સદભાગ્યે યુનાઈટેડ નેશનના પાઈલોટ સચેત બની ગયા હતા અને વડાપ્રધાનને સલામત રીતે બૈરૂત પહોંચાડી દીધા હતા.

ઈઝરાયલે અમેરિકી જહાજ યુએસએસલીબર્ટી પર 1967માં પાછળથી હુમલો કરીને ફૂંકી માર્યું હતું. ત્રણ ડઝનથી વધારે અમેરીકી લોકો મોતને ભેટ્યા હતા. ઘણાં ઘાયલ પણ થયા હતા. તપાસ કરતાં એવું બહાર આવ્યું હતું કે, ઈઝરાયેલી જેટ વિમાનોએ યુએસએસલિબર્ટીને ખતમ કર્યું હતું. અમેરિકા ઇઝરાયલનું સહયોગી સાથી હતું છતાં આમ કર્યું હતું. પરંતુ આ જહાજ એટલા માટે ફૂંકી મારવામાં આવ્યું હતું કારણ કે ઈઝરાયલ અમેરિકામાં સંદેશો મોકલવા માંગતું હતું. અમેરિકા તે ઈઝરાયલની તરફેણમાં રહેવાની નીતિ જાહેર કરતું ન હતું.

આ માટે ઈઝરાયેલે યુ.એસ.એસ. લિબર્ટી પર હુમલા માટે અમેરિકાને ભારે વળતર ચૂકવ્યું હતું. પરંતુ, હજુ  સુધી  ઈઝરાયેલે ભારતીય વડા (જવાહર)ની હત્યાનો પ્રયાસ કરવા બદલ માફી નથી માગી.

આવા ઇઝરાયેલના પ્રમુખનું મોદીએ ભેટીને સ્વાગત કર્યું હતું જે ક પ્રકારનું ભારતીય રાષ્ટ્રવાદનું અપમાન છે. ઇઝરાયેલીઓ પાછળથી હત્યા માટે જાણીતા છે, ભારતને અસાધારણ દેશ સાથે 'મૈત્રીપૂર્ણ' સંબંધો પરવડી શકે તેમ નથી.

(ઉક્ત લેખમાં જે વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે તે અમરેશ મિશ્રા અંગત મત છે. તેઓ એક રાજકીય વિશ્લેષક છે અને આ તેમના વિચારો છે. મેરાન્યૂઝને લેખકા વિચારો સાથે કોઈ સંબંધ નથી. ઉક્ત લેખ જનતાકારિપોર્ટર ડોટ કોમમાંથી સાભાર લેવામાં આવી છે.)