મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: શહેરના જામનગર હાઇ-વે પરના ખંઢેરી સ્ટેડિયમ પાસેની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી હતી. ઘટનાને પગલે બે ફાયર ફાઇટર દ્વારા આગ પર સતત પાણીનો મારો ચાલવવા છતાં મહામહેનતે બે કલાક બાદ આગ કાબૂમાં આવી હતી. પરંતુ ધૂમાડાના ગોટેગોટા હજુ પણ નીકળતા જોવા મળ્યા હતા. આગમાં મશીનરી અને તૈયાર માલ સહિત એકાદ કરોડનું નુકસાન થયાનું જાણવા મળ્યું હતું. 

આ અંગે જાણવા મળતી વિગત મુજબ ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ પાસે આવેલી 'મયંક કેટલ ફૂડ પ્રાઇવેટ લીમીટેડ' નામની ખોળ બનાવતી ફેક્ટરીમાં સવારે અચાનક આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં આગ  શોર્ટ સર્કિટથી લાગી હોવાનું ખુલ્યું હતું. ઘટનાના પગલે ફાયર બ્રિગેડ  દ્વારા બે ફાયર ફાઇટરો ઘટનાસ્થળે મોકલી દેવાયા હતા. તેમજ બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. ઘટનાની જાણ થતાં દોડી આવેલા અંકિતભાઇના જણાવ્યા અનુસાર દોડી આગમાં મશીનરી અને તૈયાર માલ સહિત એકાદ કરોડનું નુકસાન થયું હતું.