મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ એક ઉર્દૂ સમાચારપત્રમાં રાહુલ ગાંધીના હવાલાથી લખાયું કે, હાં કોંગ્રેસ મુસલમાનોની પાર્ટી છે. આ હેડિંગ વાળા રિપોર્ટ બાદથી જ રાજકીય ધમાસાણ ચાલુ થઈ ગયું. તે અહેવાલને કોંગ્રેસ પહેલા જ ખારીજ કરી ચુકી છે પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી. આ દરમિયાન મંગળવારે તેમણે ટ્વીટ કર્યું કે જેને મુસ્લિમ પાર્ટી વિવાદનો તેમનો જવાબ માનવામાં આવે છે. ગાંધીએ ટ્વીટ કર્યું કે કોંગ્રેસ માટે જાતિ, ધર્મ અને આસ્થા ખાસ મહત્વ રાખતી નથી.

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, હું પંક્તિમાં સૌથી આખરમાં ઊભા રહેલા વ્યક્તિ સાથે છું... શોષિત, ખૂણામાં ધકેલાયેલા, હેરાન થયેલા લોકો સાથે છું. તેમનો ધર્મ, તેમની જાતિ, આસ્થા મારા માટે ખાસ મહત્વ ધરાવતી નથી. જેમને પણ તકલીફ છે, દુઃખ છે, હું તેમને ભેટવા માગું છું. હું નફરત અને ભયને હટાવવા માગું છું. મને તમામ જીવો સાથે પ્રેમ છે. હું કોંગ્રેસ છું.

ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે એક ઉર્દૂ સમાચારપત્ર ઈન્કલાબએ એક રિપોર્ટ છાપી હતી જેમાં કહેવાયું હતું કે રાહુલ ગાંધીએ મુસ્લિમ બુદ્ધિજીવિઓ સાથે મુલાકાત દરમિયાન કહ્યું હતું કે કોંગ્રેસ મુલ્મિમોની પાર્ટી છે. તે પછીથી જ ભાજપ કોંગ્રેસ પર હમલો કરી બેઠું અને ઘોર સાંપ્રદાયિક પાર્ટી કહી હતી. રક્ષા મંત્રી નિર્મલા સીતારામનએ કોંગ્રેસ પર 2019ની લોકસભા ચૂંટણીથી પહેલા ધર્મના આધારે ભાગલાનો આરોપ લગાવ્યો હતો તો ખુદ વડાપ્રધાન મોદી પણ મેદાનમાં આવી ગયા અને નિશાન લગાવતાં પુછ્યું કે કોંગ્રેસ કહે કે તે ફક્ત મુસ્લિમ પુરુષોની પાર્ટી છે કે મુસ્લિમ મહિલાઓની પણ છે? જવાબમાં કોંગ્રેસએ સમાચારપત્રના રિપોર્ટને ખોટો  કહેતા ભાજપ પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.