મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ આ કિસ્સો છે હુસનના જાળમાં ફસાયેલા એક વાયુસેના અધિકારીનો જે ફોન પર સેક્સ ચેટ માટે પોતાના દેશની ગુપ્ત માહિતીઓ દુશ્મનોને આપવા તૈયાર થઈ ગયા. વાયુ સેનામાં ગ્રુપ કેમ્પટના રૂપે તૈનાત અરૂણ મારવાહ પર આરોપ છે કે તેમણે પાકિસ્તાની ગુપ્ત એજન્સીની સિક્રેટ માહિતી તથા દસ્તાવેજો લીક કર્યા છે. તપાસ અધિકારી તથા દસ્તાવેજ લીક કર્યા છે. તપાસ અધિકારીઓને શંકા છે કે મારવાહએ સેક્સ ચેટની જાળમાં ફસાઈને જાસૂસી કરી છે.

સ્પેશ્યલ સેલના ડીસીપી પ્રમોદ કુશ્વાહાએ અધિકારીની ધરપકડની માહિતીની પૃષ્ટી કરી, 51 વર્ષના અધિકારી મારવાહ પર સ્માર્ટ ફોન દ્વારા મહત્વપૂર્ણ અને ગુપ્ત દસ્તાવેજોની તસવીરો પાડવાનો આરોપ છે. મારવાહે એરફોર્સ હેડક્વાર્ટરમાં હાજર મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ઈમારતની તસવીરો પાડીને વોટ્સેપ દ્વારા પાકિસ્તાની જાસૂસોને મોકલ્યા હતા.

31 જાન્યુઆરીએ સંદિગ્ધ ગતિવિધિઓના આરોપમાં ગ્રુપ કેમ્પટનની અટક કરાઈ હતી. સૂત્રોનું કહેવું છે કે મારવાહ ગત વર્ષે ડિસેમ્બરના મહિનામાં બે ફેસબુક એકાઉન્ટ કિરણ રંધાવા અને મહિમા પટેલના સંપર્કમાં આવ્યા હતા. શરૂઆતમાં કેટલીક સામાન્ય સેકસ ચેટ બાદ તે મહિલાને ગોપનીય દસ્તાવેજોની માહિતી આપવા તૈયાર થઈ ગયા. મીડિયાના અહેવાલ એવા પણ છે કે સેક્સ ચેટમાં મહિલાએ પોતાને મોડલિંગ પ્રોફેશનથી જોડાયેલી હોવાની માહિતી આપી હતી. માત્ર એક જ અઠવાડિયાની ચેટિંગ બાદ આરોપી અધિકારી જાસૂસી માટે તૈયાર થઈ ગયો.

સૂત્રોનું તો એવું પણ કહેવું છે કે, મહિલા કિરણ પોતાની ઉંમર 20 વર્ષની આસપાસની કહેતી હતી. ચેટિંગ બાદ મારવાહ મહિલાના અંગત વીડિયો અને તસવીરો દેખવા માટે બેચેન થઈ ગયો હતો. કિરણે વોટ્સેપ ચૈટ માટે કહ્યું, કિરણે જ્યારે સીમ કાર્ડ નહીં હોવાની વાત કરી ત્યારે તેમણે ખુદ સીમકાર્ડ પણ અપાવ્યું હતું.

સૂત્રોએ કહ્યું કે હજુ સુધી એવી કોઈ જાણકારી નહીં મળી કે ગુપ્ત સૂચનાઓ લીક કરવાના બદલે આરોપી અધિકારીને નાણા પણ મળ્યા હોય. આ હનીટ્રેપનો મામલો લાગી રહ્યો છે. દસ્તાવેજોમાં જે માહિતી લીક કરાઈ હતી તે એરફોર્સના ટ્રેનીંગ અને કોમ્બેટ ઓપરેશન સાથે જોડાયેલી હતી. ગગનશક્તિ એવી જ એક અભ્યાસ પ્રક્રિયા છે.