મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હીઃ અમદાવાદની એડીસી અને રાજકોટની આરડીસી બેન્કમાં નોટબંધી દરમિયાન 750 કરોડ રૂપિયાની જંગી રકમ જમા થઈ હોવાના આરટીઆઈમાં મળેલા જવાબને પગલે હાલ દેશભરમાં ભારે ચર્ચાનો દોર છે. આ દરમિયાન એનડીટીવીના પત્રકાર રવિશકુમારે તેમના શૉમાં તે બાબતનો ક્યાસ કાઢવાનો પ્રયત્ન કર્યો કે શું ખરેખર આટલા દિવસોમાં આટલી રકમ જમા કરી શકાય કે નહીં.

તેમણે કહ્યું કે, પહેલા જોઈએ બેન્કોના મશીનમાં કલાકમાં કેટલી નોટો ગણી શકાય? મોટા ભાગે બેન્કોમાં એક કેશિયર અને એક મશીન હોય છે. અમદાવાદ જિલ્લા સહકારી બેન્કમાં નોટબંધી દરમિયાન સૌથી વધુ નાણા જમા થયા છે. 8 નવેમ્બરે નોટબંધી લાગુ થઈ હતી અને 14 નવેમ્બરે એલાન થયું હતું કે હવે સહકારી બેન્કોમાં નાણાં જમા નહીં થાય. પણ આ પાંચ દિવસોમાં જ 745 કરોડ રૂપિયા જમા થયા. આટલા નાણાં ગણવા માટે કર્મચારી અને અન્ય કઈ વ્યવસ્થાઓ કરી હતી, તે તો બેન્કની અંદર પ્રવેશ્યા પછી કે પછી બેન્કના કર્મચારી પાસેથી જ જાણકારી મળી શકે છે કે આટલા નાણાં ગણવામાં કેટલો સમય લાગ્યો હશે.

બેન્કની વેબસાઈટ અનુસાર ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ લાંબો સમય સુધી આ બેન્કના ચેરમેન રહ્યા છે અને આજે પણ તેઓ ડાયરેક્ટર છે. એડીસી બેન્ક ઉપરાંત રાજકોટ જિલ્લાની સહકારી બેન્ક આરડીસીમાં 693 કરોડ રૂપિયા જમા થયા અને તેના ચેરમેન જયેશ રાદડિયા છે જે તે સમયે ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી હતા. જોકે આ દરમિયાન ગુજરાત રાજ્ય સહકારી બેન્કમાં માત્ર 1.1 કરોડ જ જમા થયા.

તેનો કોઈ યોગ્ય અંદાજ નથી મળી શક્યો કે એક કલાકમાં મશીન દ્વારા કેટલી નોટો ગણી શકાય... કેટલાક કેશિયર્સને પુછતા જાણકારી મળી કે એક નોટોના બંડલને ગણતા અંદાજીત 1-2 મિનિટ જેટલો સમય થઈ શકે છે. નોટો જુની હોય તો તેને સરખી કરવી પડે છે અને પછી ગણાય છે સાથે જ નવી નોટો તો જલદી ગણી શકાય પણ જુની નોટો ગણવામાં સમય લાગે છે. એક કેશિયરે કહ્યું કે, બેન્કમાં એક કેશિયર હોય છે ત્યાં પણ તમે એક દિવસમાં રૂ. 10 કરોડથી વધુ નથી ગણી શકતા અને 750 કરોડ ત્રણેક દિવસમાં શક્ય નથી કે ગણી લેવામાં આવે.

કેશિયરે કહ્યું કે, 10, 11,12,13 નવેમ્બરે તેમણે પોતાના ચાર કેશિયર કર્મચારીઓ સાથે હાઈ એફિશ્યન્સી વાળી મશીન પર ગણ્યા ત્યારે ચાર લોકોએ ચાર દિવસમાં માત્ર રૂ. 26 કરોડ જ ગણી શક્યા હતા. અમે ચારેયએ સવારે 8 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી સતત કામ કર્યું હતું. જેથી નથી લાગતું કે એક જ બ્રાન્ચમાં આટલા નાણાં જમા થયા હોય. કારણ કે આમાં માત્ર ગણવાનું જ નથી હોતું. 500-1000 મુજબ ખાતામાં મુકવા પડે છે, અસલી નકલીની ઓળખ કરવાની હોય, નોટોનું પેકેટ કે બંડલ બનાવવાનું હોય અને ખાતામાં એન્ટ્રી કરવાની હોય વગેરે માટે ટાઈમ લાગે છે.

રવિશકુમારે કહ્યું કે, હવે આપણે નથી જાણતા કે પાંચ દિવસમાં 750 કરોડ અમદાવાની એક સરકારી બેન્કની એક બ્રાન્ચમાં જમા થયા કે અલગ અલગ બ્રાન્ચોમાં જમા થયા, ઉલ્લેખનીય છે કે આ બેન્કને ત્રણ જિલ્લામાં કુલ 190 બ્રાન્ચીસ છે અને જો અલગ અલગ બ્રાન્ચમાં જમા થયા છે તો શું 750 કરોડ જેટલી રકમ આટલી બ્રાન્ચીસમાં જમા થઈ શકે છે? પછી ખબર પડી તો અમે કેટલાક અન્ય કેશિયર્સ સાથે વાત કરી કે શું 190 બ્રાન્ચોમાં આટલા દિવસોમાં 750 કરોડ રૂપિયાની રકમ જમા શઈ શકે? શક્ય છે કે નહીં? તેમણે જે હિસાબ મોકલ્યો તે જ હું તમને દર્શાવું છું. તમે પણ તમારા કેશિયર સંબંધિઓને પુછી શકો છો.

તેમણે હિસાબમાં કહ્યું કે, 750 કરોડનો મતલબ છે કે રૂ. 1000ની નોટના 40,000 પેકેટ અને રૂ. 500ના 80,000 પેકેટ. આ રીતે 500 અને 1000ના અંદાજીત સવાલાખ પેકેટ્સ થાય છે. સવાલાખ પેકેટ ગણવા માટે અંદાજીત 500-800 કેશિયર અને તેટલી જ મશીન જોઈએ. જોકે સહકારી બેન્કો પાસે આટલી સુવિધા નથી હોતી. 190 બ્રાન્ચના હિસાબથી અંદાજીત 4 કરોડ પ્રતિ બ્રાન્ચ હોય છે જે સહકારી બેન્કોમાં શક્ય નથી. શું અમદાવાદની એડીસી બેન્ક પાસે 500થી 800 કેશિયર અને મશીન છે. આટલા દિવસોમાં અંદાજ લગાવીએ તો 150 કરોડ રોજ જમા કરવામાં આવ્યા હશે ત્યાં. નોટ ગણવાની આટલી મશિનો તે સમયે ત્યાં હતી? મોટા ભાગે સામાન્ય બેન્કોમાં પણ ઘણી શાખાઓમાં હોતી નથી પણ આ તપાસનો વિષય હોવો જોઈએ. દાવા સાથે આપણે કશું જ કહી શકતા નથી આ બધું તો તપાસનો વિષય છે.

ઘણા કેશિયર સાથે વાત કરતાં ખબર પડી કે એક નોટ ગણવાની મશીન સતત કામ કરે તો પણ ત્રણથી ચાર કલાકમાં તે ગરમ થઈ જાય છે અને પછી તે ધીમી પડી જાય છે અથવા તો ગણવામાં ગરબડ કરવા લાગે છે. તેથી કામ રોકવું પડે છે ઘણી વાર મશીન એક્સપર્ટ પાસેથી તેની સર્વિસ પણ કરાવવી પડે છે. આટલું જ નહીં કેશિયર જ્યારે નાણા લે છે ત્યારે તે નાણાં જમા કરાવનાર સામે જોવે છે, વાત કરે છે. સમજાવવા જેવી બાબતો સમજાવે છે તેથી તમામ કામ એક બે મિનિટથી વધુ સમય થઈ જાય છે કારણ ગણવા સિવાયના પણ ઘણા કામમાં સમય લાગતો હશે. મુંબઈના આરટીઆઈ કાર્યકર્તા મનોહર રાયને આરટીઆઈ દ્વારા મળેલી માહિતી પર જણાવાયું હતું કે અમદાવાદ જિલ્લા સરકારી બેન્કમાં નોટબંધી દરમિયાન 8થી 13 નવેમ્બર દરમિયાન 750 કરોડ રૂપિયા જમા થયા. દેશભરમાં સૌથી વધુ જુની નોટો આ જ બેન્કમાં જમા થઈ હતી. એડીસીની વેબસાઈટ પર લખ્યું છે કે બીજેપી અધ્યક્ષ અમિત શાહ તેના ડાયરેક્ટર છે. સાથે જ આરડીસી બેન્કમાં પણ 693 કરોડ જમા થયા તે જ પાંચ દિવસ દરમિયા અને આ બેન્કના ચેરમેન જયેશ રાદડિયા છે. આરટીઆઈ કાર્યકર્તાને મળેલી માહિતી નાબાર્ડ દ્વારા અપાઈ હોવાનું દર્શાવાયું છે. આરટીઆઈમાં તેવું નથી લખાયું કે તેમાં અસામાન્ય વાત શું છે. તેમાં ગરબડ શું છે, કેમ તેમને શંકા છે કે તેમાં આટલા નાણાં જમા થયા પણ આ બેન્કના અધ્યક્ષ અમિત શાહ છે તેથી આ માહિતીને અલગ અલગ રીતે જોવામાં આવી પણ આ ખબરને રાજકીય આ જ કારથી બની છે.

અમારા સહયોગી અને અન્ય પત્રકારોએ પણ દિવસભર આરટીઆઈ કરનાર મનોરંજન રોય સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તેમની સાથે મુલાકાત કરવાનો પ્રયાસ કર્યો તેમણે ના વાત કરી ના મુલાકાત કરી જ્યારે તે દિલ્હીમાં જ હતા છતાં. તેઓ કેમ ચુપ હતા કેમ વાત ન કરી તે તે જ સારી રીતે કહી શકે છે. 

બાદમાં તેમણે ફોન બંધ કરી દીધો અને તે પછી તેમણે કહ્યું કે આ એ પ્રકારની બાબત નથી જેને જે રીતે મીડિયા દર્શાવી રહ્યું છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમાં કટાક્ષ કરતાં લખ્યું કે, અમદાવાદની એડીસી બેન્કના નિર્દેશક અમિત શાહજીને શુભકામનાઓ છે. આપના બેન્કને જુની નોટોને નવી નોટોમાં બદલવાનો પહેલો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. પાંચ દિવસમાં 750 કરોડ. નોટબંધીના કારણે લાખો ભારતીયોનું જીવન બરબાદ થઈ ગયું આપની ઉપલબ્ધીને સલામ... અમે ભાજપ અધ્યક્ષ અમિત શાહનું ટ્વીટર પણ ચેક કર્યું કદાચ એમણે જવાબ તડ કરીને આપ્યો હશે કે રાહુલ બાબા.. જરા ઠીકથી... પણ આવી કોઈ કમેન્ટ નજરે પડી નહીં. મોટા ભાગે ભાજપના નેતા તુરંત જવાબ આપે છે મોડું નથી કરતાં. કેન્દ્રીય મંત્રી રવીશંકરે પ્રેસ કોન્ફરન્સ કરી પણ અમે જેટલું જોઈ શક્યા ત્યાં સુધી તેમની પ્રેસ કોન્ફરન્સને અમે જોઈ પણ કોઈએ આ અંગે સવાલ કર્યો ન હતો. કદાચ શું પોલીટીકલ રિપોર્ટર્સે પણ નક્કી કરી દીધું હતું કે આ ન્યુઝ નથી. કે પછી તેમને અચાનક કોઈનો વિચાર આવી ગયો.. થઈ જાય ક્યારેક સ્વાભાવીક છે. જોકે રવીશંકરે સાફ કહી દીધું કે તેમની પ્રેસ કોન્ફરન્સ કશમીરમાં અપાયેલા કોંગ્રેસના નેતા ગુલાબનબી આઝાદ અને સૈફુદ્દીને આપેલા તેમના નિવેદનને પગલે છે. પત્રકારોએ પણ આજ્ઞાકારી બનીને કોઈ સવાલ નહોતો કર્યો. છતાંય કોઈ સવાલ તો કરી જ શકતું હતું પણ ન કર્યો. નહીં બોલવાથી અને નહીં પુછવાથી મામલો વધુ શંકાસ્પદ બને છે તેના કરતાં પુછીને વાતનું ખંડન કરી દેવું જોઈતું હતું. કોંગ્રેસે આ ઉપર પ્રેસ કોન્ફરન્સ કરી દીધી.

રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ઘણા મહત્વના વિષય પર કહેવા અમે ઉપસ્થિત થયા છીએ. આરટીઆઈ કરનારે પણ બોલવાની જરૂર હતી. ભાજપે પણ ચુપ રહેવાનું ન હતું. કારણ કે એક જ બેન્કમાં પાંચ દિવસમાં 750 કરોડ જમા થવા એ ચુપ રહેવા જેવી બાબત નથી. બોલીને ક્લીયર કરી દેવું જોઈતું હતું.

રવિશે વધુમાં કહ્યું કે, સરકાર કહે છે કે નોટબંધી દરમિયાન શંકાસ્પદ લાગતા ખાતાઓની તપાસ કરી રહી છે. જનધન ખાતાઓ પર પણ તેમની નજર છે. જોકે હજુ સુધી કોઈ નામો સામે આવ્યા નથી.. હા ટાઈમ તો લાગે... જોકે આ તપાસની વાત તો આમાં પણ કહી શકતા હતા, કે એડીસી બેન્કની બાબત પર તપાસ થશે. પણ ન કહ્યું. કોંગ્રેસે અને રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો ત્યારે બોલવું જોઈતું હતું. રવિશંકર પણ રોજ કેટલા લોકોને મળે છે. સ્વાભાવીક છે કે બે બોલા પુછી લેવું જોઈતું હતું.