મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ કદાચ કયારેક એક ઘટના જીવનને કેવી બદલી નાખે છે તેનુ આ ઉદાહરણ પાઈલોટ અભિનંદન છે. હજી થોડા દિવસ પહેલા અભિનંદનનું નામ દેશ લોકોને ખબર ન્હોતી. પણ પાકિસ્તાનના ફાઈટર પ્લેન તુટી પડયા પછી અભિનંદન પકડાઈ ગયા અને કલાકમાં દેશના દરેક લોકોના હોઠો ઉપર અભિનંદનનું નામ હતુ, અભિનંદનના પરિવારે આ સ્થિતિમાં મીડીયાથી દુર રહેવાનું પસંદ કર્યુ હતું.

આમ છતાં અભિનંદનને જ્યારે છોડી રહ્યા છે તેવા સમાચાર મળતા અભિનંદનના માતા-પિતા પુત્રને મળવા માટે દિલ્હી આવવા પ્લેનમાં નિકળ્યા ત્યારે પ્લેનના મુસાફરોને ખબર પડી તે તેમના પ્લેનમાં અભિનંદનના માતા પિતા છે. ત્યારે પ્લેનના મુસાફરોએ  ઉભા થઈ તાળીઓ પાડી તેમનું અભિવાદન કર્યુ હતું જયારે કેટલાંક મુસાફરો એક બહાદુર પુત્રને જન્મ આપવા બદલ અભિનંદનની માતાના ચરણ સ્પર્શ કર્યા હતા. આ વીડિયો સોશીયલ મીડીયામાં ખુબ વાયરલ થયો છે જુઓ આ વીડિયો