મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: લિકર કિંગ વિજય માલ્યાના પ્રત્યર્પણ મામલે ચાલી રહેલી સુનાવણી દરમિયાન માલ્યાએ નિવેદન જાહેર કર્યું છે કે તેઓ ભારત છોડતા પહેલા નાણામંત્રી (અરુણ જેટલી) ને મળીને આવ્યા હતા.

વિજય માલ્યાએ કહ્યું કે તેઓ સેટલમેન્ટને લઇને નાણા મંત્રીને મળ્યા હતા, બેંકોએ મારા સેટલમેન્ટને લઇને સવાલ ઉભા કર્યા હતા. તેઓ બાકી લોન ચુકવવા તૈયાર છે. વિજય માલ્યાએ લંડન સ્થિત વેસ્ટમિંસ્ટર કોર્ટમાં સુનાવણી દરમિયાન ભારતના અધિકારીઓએ મુંબઇની આર્થર રોડ જેલમાં વિજય માલ્યાને રાખવા માટે તૈયાર કરાયેલ સ્પેશ્યલ સેલનો વીડિયો રજૂ કર્યો હતો.

કોર્ટમાં સુનાવણી બાદ પત્રકારોએ જ્યારે નાણામંત્રી સાથે મુલાકાતને લઇને પ્રશ્ન પુછ્યો તો માલ્યાએ કહ્યું કે તેઓ આ ગુપ્ત મીટિંગ અંગે વિસ્તૃત માહ્તિઈ નહીં આપે. ઉલ્લેખનીય છે કે જે સમયે માલ્યા ભારત છોડી વિદેશ ભાગી ગયો ત્યારે અરુણ જેટલી નાણામંત્રી હતા. વાતચીત દરમિયાન માલ્યાએ કહ્યું કે તેઓ કોર્ટમાં દેખાડવામાં આવેલા જેલના વીડિયોથી પ્રભાવિત છે. તેઓએ પોતાનું બાકી દેવુ સેટલ કરવા માટે બેંકોને ઘણી વખત પત્ર લખ્યા હતા પરંતુ બેંકોએ તેમના પત્રો પર સવાલ ઉભા કર્યા હતા.

વિજય માલ્યાએ કહ્યું કે ભારતીય જેલોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે તેથી તેમને ભારતને ન સોંપવામાં આવે. પ્રત્યર્પણથી બચવા માટે માલ્યાની આ દલીલ બાદ બ્રિટિશ કોર્ટે ભારતીય અધિકારીઓ પાસ જેલનો વીડિયો રજૂ કરવા કહ્યું હતું.  

આ મામલે અરુણ જેટલીએ પોતાના બ્લોગ પર લખ્યું છે કે તથ્યાત્મક રીતે વિજય માલ્યા ખોટુ બોલી રહ્યા છે. વિજય માલ્યા રાજ્યસભાના સંસદ સભ્ય હતા અને તેઓ ક્યારેય સદનમાં આવતા હતા. સદનની કાર્યવાહી દરમિયાન એક વખત અનૌપચારિક રીતે તેઓ મારા રૂમમાં આવ્યા હતા અને કહ્યું હતું કે ‘હું સેટલમેન્ટ માટે એક ઑફર તૈયાર કરી રહ્યો છું.’ આ વાતચીત આગળ વધે તેપ હલેઆ જ મે તેમને પહેલાની ઓફર્સ વિશે પણ જણાવ્યું . મેં માલ્યાને કહ્યું કે ‘મારી સમક્ષ ઓફર્સ રજૂ કરવાનો કોઈ અર્થ નથી. આ ઓફર્સ તમારી બેંકો સામે રજૂ કરો. ત્યા સુધી મે આ દરમિયાન માલ્યા જે દસ્તાવેજ લઇને આવ્યા હતા તે પણ મેં જોયા નથી.’ જેટલીએ ઉમેર્યું કે ‘માલ્યાએ રાજ્યસભાના સભ્યના રૂપમાં મુલાકાતનો ગેરફાયદો ઉઠાવ્યો છે.’