મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ આપણી જીંદગીમાં હવે દરેક જગ્યા પર પ્લાસ્ટીકનો જમાવડો થઈ ગયો છે. ફક્ત રસોડાની જ વાત કરીએ તો મીઠું, તેલ, લોટ, ખાંડ, બ્રેડ, બટર, જામ અને સોસ, બીજું ઘણું બધું પ્લાસ્ટીક પેકીંગમાં હોય છે. તમામ ચીજો પણ પ્લાસ્ટીક કન્ટેનર્સમાં મુકવામાં આવે છે. સસ્તા, હલકા અને લાવવામાં સરળ હોવાને કારણે લોકો પ્લાસ્ટિક કંટેનર્સને પસંદ કરે છે. ખાવા પીવાની ચીજોમાં તેનો ઉપયોગ થવો તે ઘણું જ નુકસાન કારક બની શકે છે. આજે અમે તમને જણાવીશું કે પ્લૉસ્ટિક કેટલું નુક્સાન કરાક છે.

એક રિસર્ચ મુજબ, પાણીમાં ન ભળવા અને બાયો કેમિકલ એક્ટિવ ન થવાના કારણે પ્યોર પ્લાસ્ટિક ઓછું ઝેરીલું હોય છે પણ જ્યારે તેમાં બીજા પ્રકારના પ્લાસ્ટિક અને કલર્સ મેળવવામાં આવે છે ત્યારે તે જોખમી સાબીત થઈ શકે છે. ગરમીની સીઝનમાં કેમિકલ્સ રમકડા કે બીજા પ્રોડક્ટ્સમાં પીગળાવીને બહાર આવી શકે છે. આ જોખમને ધ્યાનમાં રાખતાં અમેરિકાએ બાળકોના રમકડાઓ અને ચાઈલ્ડ કેયર પ્રોડક્ટ્સમાંથી આ પ્રકારના પ્લાસ્ટિકના ઉપયોગને સિમિત કરી દીધો છે. યુરોપએ વર્ષ 2002માં જ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતી સાથે જ જાપાન સહિત 9 અન્ય દેશોએ પણ બાદમાં તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

આમ તો આપણે તમામ લોકો પાણી માટે બોટલ કે ભોજન લેવા માટે પ્લાસ્ટિકના લંચ બોક્સનો ઉપયોગ કરીએ છીએ પણ શું ક્યારેય આપણે પાછળ વળીને જું કે તેના પાછળ શું લખ્યું છે? શું તેના પર કોઈ સિમ્બોલ તો નથી બનેલો ને? ઉલ્લેખનીય છે કે સારી ક્વૉલિટીના પ્રોડક્ટ પર સિંબલ્સનું હોવું જરૂરી છે.

આ માર્ક બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ જાહેર કરે છે અને તેનાથી જાણકારી મળે છે કે પ્રોડક્ટની ક્વૉલીટી સારી છે કે નહીં. આ સિમ્બલ્સ (ક્લૉકવાઈઝ એરોના ટ્રાઈએંગલ્સ)ને રીઝન આઈડેન્ટિફીકેશન કોડ સિસ્ટમ કહે છે. આ ટ્રાઈએંગલ્સ વચ્ચે કેટલાક નંબર્સ પણ હોય છે. તેનાથી ખબર પડે છે કે આપના હાથમાં જે પ્રોડક્ટ છે તે કઈ પ્રકારના પ્લાસ્ટીકથી બનેલું છે.