મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી કંટના રણૌત 31 વર્ષની થવાની છે. 23 માર્ચ 1987એ હિમાચલ પ્રદેશના મંડી જીલ્લામાં આવેલા સુરજપુર (ભાબંલા)માં જન્મેલી કંગના પોતાના બોલ્ડ કિરદાર, વાકપટુતા, એક્ટીંગ અને પર્સનલ લાઈને લઈને ઘણીવાર ચર્ચામાં રહી છે. હાલ કંગના પર કોલ ડિટેઈલ્સ રેકોર્ડ મામલામાં આરોપો લાગ્યા છે. જે મુજબ તેણે 2016માં રિતિક રોશનનો મોબાઈલ નંબર રિઝવાન સિદ્દીકી સાથે શેર કર્યો હતો.

થોડા વર્ષો પહેલા વુમન્સ ડે પર ઈન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું હતું કે, જ્યારે તે પેદા થઈ હતી ત્યારે તેના માતાપિતા નાખુશ હતા. ખરેખર જ્યારે તેમની મોટી બહેનનો જન્મ થયો ત્યારે તે ઘણા ખુશ હતા પણ બીજા બાળક તરીકે ઘરમાં પુત્રી જન્મી છે તો પરિવારજનો નાખુશ થઈ ગયા હતા. તે દરમ્યાન કંગના અનવોન્ટેડ ચાઈલ્ડ માનવામાં આવતી હતી.

કંગનાના પિતા અમરદીપ રણૌત બિઝનેસમેન છે અને તેની માતા આશા રણૌત સ્કૂલમાં ટીચર છે. તેમની મોટી બહેન રંગોલી, તેની ફેવરીટ છે. રંગોલી, કંગનાની મેનેજર છે. એસિડ એટેક જેવી દર્દનાક ઘટનાથી પસાર થયા બાદ નવી રીતે જીંદગી જીવનારી રંગોલીની લાઈફ પર કંગના બાયોપીક બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી ચુકી છે. તેમનો એક નાનો ભાઈ પણ છે જેનું નામ અક્ષત છે.