મેરાન્યૂઝ નેટવર્ક.જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા આર્ક્યોલોજી વિભાગના એક અધિકારીની ફેસબૂક પોસ્ટને લઈને વિવાદ શરુ થયો છે. ‘ભગવાન મરી ચુક્યા છે અને મંદિરમાં તેની લાશ આસપાસ પંડિત-પુરોહિતોનું બજાર રચાયું છે’ આવી હિન્દીમાં લખાયેલી પોસ્ટ અને પોસ્ટ પર થયેલી ટીપ્પણીઓના પગલે દ્વારકા જગત મંદિરની પૂજા અર્ચના કરતા ગુગલી બ્રાહ્મણ સહિતનો વર્ગ રોષે ભરાયો છે અને અધિકારી માફી માંગે એવી માંગ કરી છે.

પાંચ મોક્ષ નગરીઓ પૈકીના એક એવા દ્વારકા જગત મંદિર અવારનવાર વિવાદમાં રહ્યું છે, ક્યારેક ધ્વજાજીના બુકીન્ગની બાબત હોય કે, હોય મંદિર પરિસરમાં પ્રતિબંધિત ચીજ વસ્તુઓ લઇ જવામાં લાગવગનો મામલો, કે પછી હોય મંદિરમાં આવેલ દાન દક્ષિણા બાબતે દેવસ્થાન સમિતિ અને પૂજા-અર્ચના કરતા પરિવાર વચ્ચે વહેંચણીની બાબત હોય, દ્વારકા ઘર્મ નગરી અવારનવાર વિવાદમાં રહી છે, હાલ પણ દ્વારકાનગરી સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલી એક પોસ્ટને લઈને વિવાદમાં આવી છે, વાત એમ છે કે, અહીંની સ્થાનિક આર્ક્યોલોજી કચેરીના એક અધિકારી સુરેશ શાહ દ્વારા એક વિવાદિત પોસ્ટ પોતાના ફેસબુક એકાઉન્ટ પરની વોલમાં પોસ્ટ કરી છે, ‘ઈશ્વર તો કબકા મર ચુકા હે, મંદિરો મેં અબ ઉસકી લાશ પડી હે ઓર લાશ કે આસપાસ એક બડા બજાર બના હુઆ હે પંડિત પુરોહીતોકા’ – સ્વામી અરીહંતના વોલની આ પોસ્ટ  અધિકારી શાહ દ્વારા આ સેર કરવામાં આવતા, એક કલાક બાદ જ  વિવાદની શરૂઆત થઇ ગઈ હતી, આ પોસ્ટને લઈને અમુક વ્યક્તિઓએ પોતાની લાગણી તીખી ભાષામાં વ્યક્ત કરી આકરા પ્રતિભાવો આપ્યા, આ વાતને લઈને દ્વારકાના જગત મંદિરની પૂજા અર્ચના કરતા ગુગલી બ્રામણ સમાજ ઉકળી ઉઠ્યો હતો.  ગુગળી આગેવાનોએ તુરંત મીટિંગ બોલાવી આ બાબતનો સ્પસ્ટ ભાષામાં વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ અધિકારી સામે સસ્પેન્સન સુધીના પગલા ભરવા અને ધાર્મિક લાગણી દુભાવી હોવાની ગુગળી અગ્રણીયોએ ફરિયાદ કરી મામલતદાર સમક્ષ આવેદન પત્ર પાઠવી જવાબદાર અધિકારી સામે પગલા ભરવાની માંગણી કરી હતી. ત્રિલોકચન ઠાકર દ્વારા આ વિવાદિત પોસ્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો કે, આ ખોટી વાત છે.