મેરાન્યૂઝ નેટવર્ક, વડતાલ: આજરોજ પરિવર્તની (જળઝીલણી)એકાદશીનો સમૈયામાં સમગ્ર ચરોતર વડતાલમાં ઊમટી પડ્યું હોય એવો માહોલ સર્જાયો હતો. વડતાલ, પાડગોલ, નરસંડા, બામરોલી,  નીરસંડા વગેરે યુવક મંડળો દ્વારા શાનદાર નગરયાત્રાની તૈયારી કરવામાં આવી હતી. .૧૧ શણગારેલ ટ્રેક્ટરમાં સંતો મહંતો સાથે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને ગણપતિ દાદા બિરાજ્યા ત્યારે સમગ્ર માનવ મહેરામણ આનંદથી ઝુમી ઊઠ્યો હતો.

પવિત્ર ગોમતીજીના તટ પર વડતાલ એવં પાડગોલના યુવાનોએ નૃત્ય દ્વારા ઉત્સવનો આરંભ કરાવ્યો હતો. ત્યારબાદ આચાર્ય મહારાજ , ચેરમેન દેવ સ્વામીજી, નૌતમ સ્વામી, ગોવિંદ સ્વામી, ઘનશ્યામ સ્વામી વગેરે સંતોએ પરંપરાગત પૂજન કરીને ભક્તોને શુભાષિશ પાઠવ્યા હતા.

આ પ્રસંગે અભિષેક, નૌકાવિહાર, નૃત્ય , પ્રસાદ વગેરે તમામ વ્યવસ્થા શ્યામ સ્વામી, નિકિત પટેલ વગેરે યુવાનોએ કરી હતી. ૧૦૦ મણ કાકડી, ૧૦૦ કિલો ચોકલેટ પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. આ ઊત્સવમાં યુવા કાર્યકર સંતો ભક્તોની સેવા હૃદય સ્પર્શી છે તેમ આચાર્ય મહારાજએ જણાવ્યું હતું.