મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ- ૧૦ની પરીક્ષામાં પેપર તાપસવામાં ભૂલો કરનાર ૧૮૬૩ શિક્ષકોને કુલ રૂપિયા ૧૬,૮૧,૦૦૦નો દંડ કરવામાં આવ્યો છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ના પેપર તપાસવામાં ખાસ કરીને ટોટલ માર્કસ મુકવામાં ભૂલ કરનારા કુલ ૧૮૬૩ શિક્ષકોને દંડવામાં આવ્યા છે. જેમાં આ ભૂલો કરનાર તમામ શિક્ષકોને કુલ રૂપિયા ૧૬,૮૧,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓગસ્ટના અંતથી ૧૯ સપ્ટેમ્બર સુધી આ ભૂલો કરનાર શિક્ષકોને સાંભળી જવાબદાર શિક્ષકો સામે સામે પગલાં ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં વિવિધ જિલ્લાઓના કેન્દ્રો ખાતે ધોરણ ૧૦ના ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન જેવા વિષયોના પેપર તપાસી માર્કસમાં ભૂલ કરનારા શિક્ષકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પેપર તપાસવામાં ૪,૨૭૫ શિક્ષકો અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પેપર ચેક કરવામાં ૧,૪૬૭ શિક્ષકોએ ટોટલની ભૂલો કરી છે. આમ ધોરણ ૧૨ના પેપર ચેકિંગમાં કુલ ૫૭૪૨ શિક્ષકોએ ભૂલો કરતા આ ભૂલો કરનારા શિક્ષકોને પણ બોર્ડ સજા સંભળાવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ-૧૨ની પરીક્ષાના પેપર તપાસતી વખતે ટોટલમાં ભૂલો કરનારા ૫,૭૪૨ શિક્ષકોએ ટોટલમાં ૧૦થી ૨૩.૫ માર્કની ભૂલો કરી છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પેપર તપાસવામાં ૪,૨૭૫ શિક્ષકોએ ગફલત કરી છે. આ શિક્ષકોમાંથી ૩,૦૧૪ જેટલા શિક્ષકોએ ૧૦ કે તેનાથી વધુ માર્ક્સની ભૂલ ટોટલિંગમાં કરી છે. તો ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પેપર ચેક કરવામાં ૧,૪૬૭ શિક્ષકોએ ટોટલની ભૂલો કરી છે. આ પૈકીના ૮૦ શિક્ષકોએ ટોટલમાં ૧૦ કે તેનાથી વધુ માર્ક્સની ભૂલ કરી છે.