મેરાન્યૂઝ નેટવર્ક. કચ્છ: અચાનક બદલાયેલા વાતાવરણને કારણે કચ્છ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી રવિવાર સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જે સોમવારે સવારે વધારે ખરાબ થયી ગયો હતો. આગામી બે દિવસ રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે કચ્છનાં અરબી સમુદ્રમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે.

જખૌનાં દરિયામાં ખરાબ વાતાવરણને કારણે એક બાર્જ ડૂબી ગયાનાં સમાચાર મળ્યાં છે. બાર્જમાં સવાર 7 ક્રુ મેમ્બરને કોસ્ટગાર્ડ ટીમે રેસ્ક્યુ કરી લીધા છે જ્યારે એક ક્રુ મેમ્બર હજી ગુમ છે અને તેની શોધખોળ ચાલી રહી છે.

વાવાઝોડા માહોલ વચ્ચે ગાંધીધામ વીજળીનાં પોલ ધરાશાઈ થયા

કાળઝાળ ગરમીભર્યા માહોલ વચ્ચે કચ્છમાં સોમવારે વહેલી અચાનક મોસમનો મિજાજ બદલાઇ ગયો હતો. ધૂળની ડમરીઓ વચ્ચે પવન ફૂંકાતા વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાયું હતુ. કચ્છમાં વિવિધ જગ્યાએ આ પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો. ભારે પવનને લીધે કચ્છનાં ગાંધીધામ શહેરમાં તો વીજળીનાં થાંભલા પડી જવાને લીધે રસ્તો પણ બંધ થયી ગયો હતો.

હવામાન સાથે સંકળાયેલા સૂત્રોનાં જણાવ્યા મુજબ, પશ્ચિમી વિક્ષઓભને કારણે હવામાનમાં ફેરફાર જોવા માલી રહ્યો છે. અચાનક પલટાયેલા વાતાવરણથી રાજ્યમાં ગરમીમાં મોખરે રહેનારા કંડલા એરપોર્ટનું તાપમાનનો પારો 42થી નીચે ઉતરીને 27 ડીગ્રી સુધી પહોચી ગયો હતો.

હવામાનમાં ઓચિંતા ફેરફારને કારણે જયાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી ત્યાં ભારે પવનને લીધે ઘર ધૂળથી ભરાઈ ગયા હતાં. કચ્છનાં ભુજ, ગાંધીધામ સહીતનાં શહેરો ઉપરાંત કંડલા, માંડવી તથા મુન્દ્રા જેવા બંદરિય વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોસમનાં આ બદલાયેલા મિજાજની અસર જોવા મળી હતી.