મેરાન્યૂઝ નેટવર્ક.ધ્રાંગધ્રાઃ ધ્રાંગધ્રા શહેરમાં એક તરફ કાયદો અને વ્યવસ્થા સુધારા તરફ છે ત્યા બીજી તરફ પોલીસ પર પણ ગંભીર આક્ષેપો થવાની ઘટના વારંવાર બને છે. હાલમા જ ધ્રાંગધ્રા સીટીના પીઆઇ એન.કે.વ્યાસ પર એક યુવાને પોતાને માર મારી તેની કિડની ફેઇલ કરી દીધી હોવાનો આક્ષેપ કયોઁ હતો જેની શાહી હજુ માંડ સુકાઇ નથી ત્યાંતો ફરી ધ્રાંગધ્રા શહેર પોલીસના બે નવનિયુક્ત સતત ચર્ચામાં રહેતા કોન્સ્ટેબલો પર એક વિધવા મહિલા દ્વારા છેડતી કરી હોવાનો આક્ષેપ કરાયો છે.

આ મહિલા દ્વારા લેખિતમા સીટી પોલીસને ફરિયાદ આપતા જણાવાયું હતું કે, ગત તારીખ 2 સપ્ટેમ્બરના રોજ આ વિધવા મહિલા કેમીકલ કંપની પાછળ પોતાના મૃતપતિને દફન કરેલ કબર પાસે ફુલ ચડાવવા ગયા તે સમયે ધ્રાંગધ્રા સીટીના બે કોન્સ્ટેબલ નરેશભાઇ ભોજીયા તથા નરેશભાઇ મેર એ અવાવરુ જગ્યા પર વિધવા મહિલાને ઉભી રાખી બિભત્સ માંગ કરી હતી. જોકે આ બાદ વિધવા મહિલા દ્વારા સીટી પોલીસને આ બંન્ને પોલીસકમીઁ વિરુધ્ધ લેખિત ફરિયાદ કરવા રજુવાત કરી હતી. આ બાદ અગાઉ જાગૃત મહિલાની પણ આ બંન્ને પોલીસકમીઁઓ દ્વારા છેડતીનો પ્રયાસ કયોઁ હતો જે બાદ આજે ફરી આ ઘટના બનતા ધ્રાંગધ્રા ની કેટલીક જાગૃત મહિલાઓ આ બંન્ને પોલીસકમીઁ પર ફરીયાદ કરવા ડીવાયએસપી મનોજ શર્માને રજૂઆત કરી હતી. ત્યારે હાલ તો આ જાગૃત મહિલા દ્વારા આ બંન્ને પોલીસકમીઁને જાહેરમાં લાવવા બજારના વચ્ચોવચ બંન્ને પોલીસકમીઁ વિરુધ્ધ બોડઁ મુકી છેડતીના ગંભીર આક્ષેપ કર્યા છે.