મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ પોતાના પ્રોડક્શન હાઉસ પર્પલ પેબલ પિક્ચર્સ થકી ક્ષેત્રીય સિનેમાને ગળ વધારવા પ્રયાસ કરી રહેલી અભિનેત્રી અને નિર્માતા પ્રિયંકા ચોપરા હવે બોલીવુડમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક પ્રતિભાશાળી કલાકારોને મદદ કરવા જઈ રહી છે. પ્રિયંકાએ ગુરુવારે પોતાની ઓફિશ્યલ વેબસાઈટ લોન્ચ કરી છે.

તેણે તેમાં એક ટેલેન્ટ પ્લેટફોર્મ (પ્રતિભા મંચ) ઉમેર્યું છે. જે તે અરજીઓનું સ્વાગત કરે છે જે લોકોનું સપનું જનુન અભિનય, પટકથા લેખન, સિનેમેટોગ્રાફી, સંપાદન અને ફિલ્મ નિર્દેશનમાં છે.

અરજી કરવા અહીં ક્લિક કરોઃ purplepebblepictures.com , પ્રિયંકાની માતા તથા પર્પલ પેબલ પિક્ચર્સની સહ સંસ્થાપક મધુ ચોપરાએ એક નિવેદનમાં કહ્યું કે, કોઈ પણ જેની પાસે ફિલ્મ નિર્માણ સંબંધિત કલા છે, તે અરજી કરી શકે છે. પોતાની માહિતિ આપી અને જો તમે અમારા કોઈ પણ આગામી પ્રોજેક્ટ માટે ફીટ છો તેવું લાગશે તો અમે તમારો સંપર્ક કરીશું. તેનો હેતુ એક મંચ ઉપલબ્ધ કરાવવાનો છે. જ્યાં પ્રતિભાઓને તૈયાર કરી શકાય છે અને તેનાથી આગળ વધવાની એક તક આપવામાં આવે છે.

મધુએ કહ્યું કે, સંભાવનાઓ ઘણી છે પણ તક પ્રાપ્ત નથી થતી. મધુએ પોતાની દીકરી અને પૂર્વ વિશ્વ સુંદરી પ્રિયંકા અંગે કહ્યું કે બોલીવુડમાં શરૂઆતમાં પ્રિયંકા પાસે તેવું કોઈ ન હતું, જેનાથી તે સલાહ સૂચન મેળવી શકે. આ વેબસાઈટ મુજબ મનોરંજન ઉદ્યોગમાં આવવા માગતા ચહેરાઓને તે (પ્રિયંકા) પ્રોત્સાહિત કરવા માગે છે.