મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં એક પરણિતાએ પોતાના ઉપર અસંખ્ય વખત એક વેપારીએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. જો કે આશ્ચર્યની બાબત એવી છે કે જેની ઉપર બળાત્કાર ગુજારવાનો આરોપ છે તે બિટકોઇનનો વેપાર કરતો હતો અને આંગડિયા મારફતે આવતા પૈસા લેવા જવામાં તે બળાત્કારનો ભોગ થનાર સ્ત્રીઓનો ઉપયોગ કરતો હતો. આ સ્ત્રી દ્વારા આ વેપારી પાસે છ લાખ રૂપિયા વ્યાજે પૈસા લીધા હતા. જે ચુકવી નહીં શકતા તેણે તે પૈસા વસુલવા માટે બળાત્કાર ગુજારવાનું શરૂ કર્યું હતું.

આ અંગે આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે પરણિતાના પતિને સેટેલાઈટ વિનસ એટલાન્ટીસ બિલ્ડીંગમાં ચા નાસતાનો ધંધો હતો, આ પરણિતા ઘણી વખત પોતાના પતિને ધંધામાં મદદરૂપ થવા ત્યાં જતી હતી અને બિલ્ડીંગમાં ચા નાસ્તોનો ઓર્ડર હોય તો તે આપવા પણ જતી હતી. આ વખતે પરણિતાના દુકાન નંબર 35ના માલિક મનસુખ ઉર્ફે સંજય વડોદરિયા સાથે પરિચય થયો હતો. આ પરણિતાને સંજયે બિટકોઇનમાં પૈસા રોકાણ કરવા કહ્યું હતું.

જો કે મહિલાએ પૈસા નહીં હોવાને કારણે બિટકોઇનમાં રોકાણ કરવાનો ઈન્કાર કર્યો હતો. દરમિયાનમાં આ મહિલાના પતિને દુકાન ખરીદવાની હોવાથી મહિલાના પતિએ સંજય વડોદરીયા પાસે બે ટકાના વ્યાજે 6.20 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જો કે બીજા મહિનાથી સંજયે વ્યાજ વધારી દસ ટકા કરી દીધુ હતું, જેના કારણે આ મહિલો પતિ વ્યાજ આપી શકે તેવી સ્થિતિમાં ન્હોતો.

સંજય ત્યાર બાદ બિટકોઇનના પૈસા આંગડિયા મારફતે આવતા હતા તે પૈસા આ મહિલાના નામે મંગાવવાની શરૂઆત કરી હતી અને પૈસા લેવા આંગડિયાને ત્યાં પણ આ મહિલાને જ મોકલતો હતો. બીજી તરફ મહિલા ઉપર તે સતત વ્યાજે લીધેલા પૈસા પરત આપવા દબાણ કરી રહ્યો હતો.

દરમિયાન મહિલાએ જે વ્યાજે લીધેલા પૈસામાંથી દુકાન ખરીદી હતી તે દુકાન જ સંજયને આપવાની તૈયારી બતાડી હતી, પણ સંજય તે લેવા તૈયાર ન્હોતો.

દરમિયાન એક વખત સંજયે મહિલાને દુકાનમાં બોલાવી તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો અને ધમકી આપી હતી કે જો તે આ વાત કોઈને કહેશે તો તે તેના પતિની હત્યા કરી નાખશે, ત્યાર બાદ આ ઘટના જાણે સીલસીલો બની ગઈ હતી. સંજય મહિલા ઘરે પણ પહોંચી જતો અને તેની પાસે પૈસાની ઉધરાણીનું દબાણ કરી શરિર સુખ માણતો હતો. આમ સતત સંજય દ્વારા થઈ રહેલા બળાત્કારને કારણે કંટાળી આ મહિલાએ પોતાના પતિને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા.

આ અંગે મહિલાનો પતિ સંજયને ઠપકો આપવા જતા સંજયે તેને પણ મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટના સતત છ મહિના ચાલતી રહી હતી, આખરે કંટાળી મહિલાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં મનસુખ ઉર્ફે સંજય વડોદરીયા સામે દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસ સબઈન્સપેકટર આર જે બોડાત તપાસ ચલાવી રહ્યા છે.