​​​મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશી દારૂની રેલમછેલ જોવા મળે છે દેશી દારૂની સાથે વિદેશી દારૂના બંધાણીઓ અને ખાસ કરીને યુવાનો વિદેશી દારૂના રવાડે ચઢતા અને હોળી-ધુળેટીના તહેવારમાં વિદેશી દારૂની ખપત વધતા બુટલેગરો પણ દારૂબંધીનો ફાયદો ઉઠાવી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવી રૂપિયા રળી રહ્યા છે. માલપુર પોલીસે ટીસ્કી ગામના નામચીન બુટલેગર હેમંત ઉર્ફે રામો ઉર્ફે અનિલ સુનિલભાઈ જયસ્વાલે ટીસ્કી પ્રાથમિક શાળા નજીક રૂ.૩૮૨૦૦/- નો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. પોલીસ રેડ થતાં બુટલેગર નાસી છૂટવામાં આબાદ સફળ રહ્યો હતો.

અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલ જીલ્લામાં દેશી-વિદેશી દારૂનું વેચાણ અને પરિવહન અટકાવવા સતત પ્રયત્નશીલ છે, પરંતુ સ્થાનિક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની મીલીભગતથી દેશી દારૂની ભઠ્ઠીઓ ગ્રામ્ય વિસ્તારમાં ધમધમી રહી છે, અને વિદેશી દારૂની ગમેતે બ્રાન્ડ માંગો ત્યારે હાજર કરનાર બુટલેગરોનો ટોટો નથી મોડાસામાં ૨ થી ૩ બુટલેગર એક્ટિવામાં હોમડિલિવરી અપાતા હોવાની વાત જગજાહેર છે.

માલપુર પીએસઆઈ કે. એસ. સીસોદીયા અને તેમની ટીમે બાતમીના આધારે ટીસ્કી પ્રાથમિક શાળા નજીક ટીસ્કી ગામના પ્રોહી. લિસ્ટેડ બુટલેગર હેમંત ઉર્ફે રામો ઉર્ફે અનિલ સુનિલભાઈ જયસ્વાલે મારુતિ અલ્ટો કાર (ગાડી.નં-GJ 09  BB  0454 ) માં વેચાણ અર્થે સંતાડી રાખેલો વિદેશી દારૂની બોટલ, ક્વાંટરીયા અને બિયર નંગ-૩૫૦ કિં.રૂ.૩૮૨૦૦/- નો જથ્થો જપ્ત કરી કારની કિં.રૂ.૧૫૦૦૦૦/- મળી કુલ. રૂ.૧૮૮૨૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર હેમંત ઉર્ફે રામો ઉર્ફે અનિલ સુનિલ જયસ્વાલ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.