મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ લોકસભાની ચૂંટણી જાહેર થતા જ સાબરકાંઠા બેઠક ઉપર આચાર સંહિતાના અમલીકરણ માટે ચૂંટણી તંત્ર સજ્જ બની અમલીકરણ માટે વિવિધ ફ્લાઈંગ સ્કોર્ડ બનાવી ચુસ્ત અમલીકરણ માટે સરકારી મિલ્કતો ઉપર અને જાહેર સ્થળોએ,વિકાસના કામો અને લોકઉપયોગી થયેલ કામો પર લાગેલા રાજનેતાઓના બેનરો અને ફોટાઓ ઉતારી દેવામાં આવ્યા છે 

અને તકતીઓ ઢાંકી દેવામાં આવી છે અરવલ્લી જીલ્લામાં ત્રણે વિધાનસભા બેઠકો કોંગ્રેસના કબ્જામાં છે

ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા ધારાસભ્યની ગ્રાન્ટ માંથી બેસવા માટે તેમના વિસ્તારમાં મુકેલા બોકડા પર ધારાસભ્યના નામ પર કુચો ફેરવી દેવાતા અને પીકઅપ બસ સ્ટેન્ડમાંથી ધારાસભ્યના બોર્ડ અને ફોટાઓ હટાવતા ચૂંટણી તંત્ર બેવડા ધોરણ અપનાવતું હોવાનો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આક્ષેપ કરી ભાજપના નેતાઓના જાહેરસ્થળો પર લગાવેલા કેટલાય બોર્ડ યથાવત હોવાનો આક્ષેપ મુક્યો હતો.

બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આચાર સંહિતાના નામે તેમની ગ્રાન્ટમાંથી તેમના વિસ્તારમાં બેસવા માટે મુકેલ બાંકડા પર કડૂચો મારી ભૂંસી નાખતા અને પીકઅપ સ્ટેન્ડ પરથી ફોટા અને બોર્ડ હટાવતા વિરોધ નોંધાવી આચાર સંહિતાનો ભંગ થતો ન હોવાનો દાવો કરી તેમનું નામ ભૂંસી નાખયું હોવાનો અને ભારતીય જનતા પાર્ટીના બોકડા એમનાએમ હોવાનું અને કેટલીક જગ્યાએ કાળા કલરના પટ્ટા મારી બેવડા ધોરણ અપનાવવામાં આવતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. રાજ્યસભાના સાંસદ અમિત શાહની ગ્રાન્ટમાંથી વર્ષ-૨૦૧૭-૧૮ જીલ્લા આયોજન મંડળ,અરવલ્લીના માલપુર સરકારી દવાખાનામાં આપેલ એમ્બ્યુલન્સ પર નામ હટાવવામાં આવ્યુંના હોવાનું આક્રોશ પૂર્વક જણાવી આચાર સંહિતા દરેક રાજકીય પક્ષ માટે એકસરખી લાગુ પાડવામાં આવેની માંગ કરી હતી.