મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: અમદાવાદમાં 2008માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કર્યા પછી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક પછી એક આરોપીઓને પકડી લીધા હતા, ધરપકડનો આંક 78 ઉપર પહોચ્યો હતો, જેમાં ઈન્ડીયન મુઝાહીદન અને સ્ટુડન્ટ ઈસ્લામીક મુવમેન્ટના સભ્યો હતો.ભારતમાં થયેલી આ સૌથી મોટી ધરપકડો હતી, મોટા ભાગના તમામ સભ્યો પકડાઈ જવાના કારણે દેશમાં આંતક ફેલાવવાની તમામ યોજનાઓ ઉપર બ્રેક વાગી ગઈ હતી, સાથે જે પકડાયા હતા, તેમને અંદાજ આવી ગયો હતો કે તેઓ કયારેય હવે જેલની બહાર નિકળી શકશે નહીં, કોર્ટ તેમને મૃત્યુ પર્યત કારાવાસ આપશે અથવા ફાંસીની સજા ફટકારશે, જેના કારણે તેમને એક યોજનાને અંજામ આપવાનો નિર્ણય કર્યો હતો.

અમદાવાદની સાબરમતી જેલમાં તેમને બે વર્ષ થયા હતા, 2010ના આખરમાં તેમણે સાબરમતી જેલમાંથી ભાગી જવાનો નિર્ણય કર્યો હતો, જો કે જેલની તોતીંગ દિવાલો કુદવી શકયો ન્હોતી, માટે તેમણે જેલમાંથી સુરંગ બનાવી ભાગવાનો નિર્ણય કર્યો હતો, નવેમ્બર મહિહાના આખરમાં તેમણે સુરંગ ખોદવાની શરૂઆત કરી હતી, જો કે જેલમાં સુરંગ ખોદાઈ રહી છે તેની જરા સરખી ગંધમાં પણ જેલના અધિકારીઓ અને બીજા કેદીઓને આવી નહીં, જો કે ખોદવાના સાધનો પણ તેમની પાસે ન્હોતા આમ છતાં માત્ર થાળીનો ઉપયોગ કરી સુરંગ ખોદી રહ્યા હતા, રોજ માંડ ત્રણ ફુટ જ ખોદી શકતા હતા.

કાચબાની ગતીએ કામ ચાલી રહ્યુ હતું, પણ ફેબ્રુઆરી 2011 સુધી તેઓ જેલની બહાર નિકળે ત્યાં સુધી સુરંગ ખોદી કાઢી હતી, માત્ર પાંચ ફુટ ખોદવાનું બાકી હતું, ત્યારે એક જેલ સીપાઈને શંકા ગઈ અને તે તપાસ કરવા ભાંડો ફુટયો હતો, અને તેઓ જેલમાંથી ભાગી છુટે તે પહેલા પકડાઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે સુરંગ ખોદવાના કેસમાં ફરી તેમની ધરપકડ કરી હતી, અને તેમની પુછપરછમાં તેમણે કબુલ્યુ હતું કે જેલમાંથી છુટયા પછી તમામ લોકો અલગ અલગ સ્થળે દેશમાં જતા રહેવાના હતા, અને છ મહિના સુધી કોઈનો સંપર્ક કરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. છ મહિના પછી તેઓ એક પાસવર્ડના આધારે ઈમેલના આધારે સંપર્ક કરવાના હતા.

છ મહિના પછી ફરી એક વખત યોજના બનાવી ભારતના અલગ અલગ શહેરોમાં બોમ્બ ધડાકા કરવાના હતા અને કટ્ટર હિન્દુઓપંથી નેતાઓને નિશાન બનાવવાના હતા. આ ગેંગનો મુખ્યસુત્રધાર અબ્દુલસુભાન તૌકીર 2008માં તેનું નામ ખુલ્યુ છતાં પકડાયો ન્હોતો, અમદાવાદ પોલીસ સહિત સેન્ટ્રલ એજન્સીને ચીંતા હતી કે તેઓ ફરી નવા મુસ્લિમ યુવકોનું  બ્રેઈન વોશ કરી તેમને આંતકી પ્રવૃત્તિમાં સામેલ કરી શકે છે, જો કે દિલ્હી પોલીસના સ્પેશીય સેલની મહેનત રંગ લાવી અને તૌકીર પકડાઈ ગયો છે. હવે તે વધુ રહસ્યો ખોલશે.