મેરાન્યૂઝ નેટવર્ક ગાંધીનગર: ગુજરાત સરકારે ગત મધરાત્રે રાજ્યના 31 આઇપીએસ અધિકારીઓની બદલીના હુકમ કર્યા હતા. જેમાં પાંચ એસપી કેડરના અધિકારીઓને ડીઆઇજીમાં બઢતી આપવામાં આવી હતી. વડોદરા અને રાજકોટના પોલીસ કમિશ્નરની બદલી ઉપરાંત છ રેન્જના આઇજી, ડીઆઇજીની બદલી કરવામાં આવી હતી. કેન્દ્રમાં બીએસએફમાંથી પ્રતિનિયુક્તિ પરથી પરત આવેલા અજય તોમરને એડિશન ડીજીમાં બઢતી આપી સીઆઇડી ક્રાઇમમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

સરકારે કાયદો અને વ્યવસ્થાના ડીજી તિર્થરાજને હ્યુમન રાઇટ્સ કમિશનમાં મુકવામાં આવ્યા છે. ડીજી વહિવટ મોહન ઝા ને જેલોની વડા બનાવવામાં આવ્યા છે. તેમની જગ્યાએ જેલોના વડા તેમના જ બેચમેટ ટી.એસ. બિસ્તને ડીજી વહિવટ તરીકે મુકવામાં આવ્યા છે. પોલીસ કમ્યુનિકેશનના એડીજી સંજય શ્રીવાસ્તવને કાયદો અને વ્યવસ્થામાં મુકવામાં આવ્યા છે. એડીજી ટ્રેઇનિંગ કે. કે. ઓઝાને એસસી/એસટી સેલમાં મુકવામાં આવ્યા છે. એસટી/એસસી સેલના પીબી ગોંડિયાને હોમગાર્ડના એડીજી તરીકે મુકવામાં આવ્યા છે. એડીજી ઇન્ક્વાયરી વી. એમ. પારગીને ટેકનિકલ સર્વિસમાં મુકવામાં આવ્યા છે. 1989 બેચના કેન્દ્રમાંથી પરત આવેલા અજય તોમરને સીઆઇડી ક્રાઇમમાં એડિશનલ ડીજી બનાવવામાં આવ્યા છે. સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના એડીજી સમશેરસિંગને આર્મ્સ યુનિટમાં મુકવામાં આવ્યા છે. ગૃહ વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલને રાજકોટના પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના સેક્ટર-1 ના સ્પેશ્યલ કમિશ્નર કે.એલ. એન. રાવને એડીજી ઇન્ક્વાયરી તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. એસીબીના સ્પેશ્યલ ડાયરેક્ટર હસમુખ પટેલને પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં બદલી કરવામાં આવી છે.

અમદાવાદ શહેર ટ્રાફિક સ્પેશ્યલ કમિશ્નર ડૉ. નિરજા ગોત્રુ રાવને ડીજીપી શિવાનંદ ઝાના સ્ક્વોડ સ્ટેટ મોનિટરિંગ સેલના એડીજી બનાવવામાં આવ્યા છે. વડોદરા પોલીસ કમિશ્નર મનોજ શશિધરને પંચમહાલ રેન્જમાં મુકવામાં આવ્યા છે. મનોજ શશિધર જીયુવીએનએલનો વધારાનો હવાલો પણ સંભાળશે. પોલીસ આધુનિકિકરણના આઇજી નરસિમ્હા કોમરની ભાવનગર રેન્જના આઇજી તરીકે બદલી કરવામાં આવી છે. જૂનાગઢ રેન્જના આઇજી ડૉ. એસ. પાંડ્યા રાજકુમારને સુરત રેંજમાં અને રાજકોટ પોલીસ કમિશ્નર અનુપમ સિંગ ગહેલોતને વડોદરા શહેરના પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યા છે.  સિવિલ ડિફેન્સના સંયુક્ત નિયામક ખુર્શિદ અહેમદને જીએસઆરટીસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. બોર્ડર રેન્જના આઇજી પીયુષ પટેલને આર્મ્સ યુનિટ ગાંધીનગરમાં બદલી કરવામાં આવી છે. ભાવનગર રેન્જ આઇજી અમિત વિશ્વકર્માને અમદાવાદ સેક્ટર-1નાં જોઇન્ટ પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યા છે. પંચમહાલ રેન્જના આઇજી બ્રિજેશ કુમાર ઝા ને ગૃહ સચિવ બનાવવામાં આવ્યા છે. કોસ્ટલ સિક્યોરિટીના આઇજી એસ. એમ. ખત્રીને રાજકોટ શહેરના ટ્રાફિક અને ક્રાઇમના જોઇન્ટ પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યા છે. આર્મ્સ યુનિટ વડોદરાના આઇજી એસ.જી. ત્રિવેદીને જૂનાગઢ રેન્જના આઇજી બનાવવામાં આવ્યા છે.

રાજકોટ શહેરના જોઇન્ટ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.એસ. ભટ્ટને એસીબીમાં અધિક નિયામક તરીકે મુકવામાં આવ્યા છે. સુરત શહેરના જોઇન્ટ સીપી સેક્ટર-2 ડી.બી. વાઘેલાને બોર્ડર રેન્જના આઇજી બનાવવામાં આવ્યા છે. રાજકોટ રેન્જ ડીઆઇજી ડી. એન. પટેલને સુરત શહેર સેક્ટર-2ના અધિક પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યા છે. જેલોના ડીઆઇજી જે. આર. મોથલિયાને અમદાવાદ શહેર ટ્રાફિકના અધિક પોલીસ કમિશ્નર બનાવાયા છે. ભરુચ ડીએસપી સંદિપ સિંગને ડીઆઇજીમાં બઢતી આપી રાજકોટ રેન્જના ડીઆઇજી તરીકે બદલી કરી છે. વડોદરા શહેર ડીસીપી ઝોન-1 ગૌતમ પરમારને સીઆઇડી ક્રાઇમ રેલવેમાં બદલી કરવામાં આવી છે. વડોદરા શહેર ડીસીપી વહિવટ સચિન બાદશાહને ડીઆઇજીમા બઢતી આપી સીઆઇડી ક્રાઇમમાં બદલી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના ડીસીપી કંટ્રોલ રૂમ એચ.આર, મુલિયાણાને ડીઆઇજીમાં બઢતી આપી સુરત શહેર અધિક પોલીસ કમિશ્નર ટ્રાફિક-ક્રાઇમમાં મુકવામાં આવ્યા છે.